Ahmedabad News/ અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટના બની છે.  આ ઘટનામાં  અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 73 અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

Ahmedabad News: અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટના બની છે.  આ ઘટનામાં  અકસ્માતનો બોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 9મી ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહેલા એક વૃદ્ધને રોંગ સાઇડથી પુરપાટ આવતી કારે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ વ્યક્તિ લગભગ 10 ફૂટ ઉછળીને 20 ફૂટ દૂર પડ્યા હતા. આ સાથે કારે સામે ઉભેલી રિક્ષાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું.

Beginners guide to 77 1 અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

અકસ્માતમાં સામેલ કાર પોલીસની હતી અને કહેવામાં આવી રહ્યું છે કે તે દારૂથી ભરેલી કારનો પીછો કરી રહી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નરોડા-દહેગામ રોડ પર શિવધારા કોમ્પ્લેક્ષમાં રહેતા 71 વર્ષીય નટવરલાલ પ્રજાપતિ કામ અર્થે નીકળ્યા હતા. તેઓ બિલાસીયા બસ સ્ટેન્ડ પાસે ઘરની બહાર ઉભા હતા. ત્યારે નરોડા-દહેગામ તરફથી પુરપાટ ઝડપે રોંગ સાઈડથી બે વાહનો આવ્યા હતા.

Beginners guide to 76 અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

કાર ડ્રાઇવરે નટવરલાલને ટક્કર મારતાં તે હવામાં ઉછળ્યા હતો અને ત્યાં ઉભેલી રીક્ષા પર પડ્યા હતા. માથામાં ગંભીર ઈજાના કારણે નટવરલાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Beginners guide to 78 અમદાવાદના નરોડામાં હિટ એન્ડ રન, બેફામ દોડતી કારે વૃદ્ધને ઉડાવ્યા

આ ઘટના બાદ લોકોમાં એવી ચર્ચા છે કે અકસ્માત સર્જનાર કાળા કલરની કાર પૂરપાટ ઝડપે દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી. આ દરમિયાન સ્પીડ પર કાબૂ નહીં રાખવાના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત દરમિયાન મૃતક 10 ફૂટ કૂદીને 20 ફૂટ દૂર પડ્યો હતો.

દારૂ પકડવા માટે એક નિર્દોષની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે. આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે આ ઘટનામાં ડ્રાઈવર કોણ હતો તે જાણવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. અમારી ટીમ ડ્રાઈવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં બાવળા ચાંગોદર માર્ગ પર સર્જાયો અકસ્માત, ખેલૈયાનું મોત

આ પણ વાંચો: અમદાવાદમાં જીએમડીસી ખાતે ડોમ ઉતારતા થયો અકસ્માત, મજૂરોને પંહોચી ઇજા

આ પણ વાંચો: અમદાવાદમાં BRTS રૂટમાં દોડતી બસે રાહદારીને ઉડાવ્યો, શહેરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ