Ahmedabad News/ ચાંદખેડા બાળકીના મોતનો ખુલાસો, PM રિપોર્ટમાં ઘાતક બેક્ટેરિયા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાળકીના મોત (Chandkheda Girls Death)મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે

Gujarat Ahmedabad Breaking News
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાળકીના મોત (Chandkheda Girls Death)મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાળકીના મોત (Chandkheda Girls Death)મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના શરીરમાં ઘાતક ‘એશિનોબેક્ટર બાઉમાની’ (Acinetobacter Baumannii) બેક્ટેરિયાનો ચેપ હોવાનું બહાર આવ્યું છે. આ ઘાતક બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ ફેલાયો હતો.

માહિતી મુજબ, બાળકી સેપ્ટિસેમિયાનો ભોગ બની હતી. ચેપ ઝડપથી ફેલાતા શરીરના અનેક અંગો પર ગંભીર અસર પહોંચી હતી. ખાસ કરીને હૃદય અને ફેફસામાં સોજો આવી જતાં બાળકીની તબિયત વધુ બગડી હતી.

ડોક્ટરોએ જણાવ્યા અનુસાર, ચેપના કારણે બાળકીને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. સારવાર દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનતા અંતે બાળકીનું મોત નિપજ્યું હતું.

પીએમ રિપોર્ટ (PM Report)સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. આ પ્રકારના બેક્ટેરિયા હોસ્પિટલ ઇન્ફેક્શન સાથે પણ જોડાયેલા હોવાની શક્યતા માનવામાં આવે છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે. બાળકીના મોત પાછળના ચોક્કસ કારણો જાણવા આરોગ્ય તંત્ર દ્વારા વધુ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ચાંદખેડા બે બાળકીના મોત મામલે નવો ખુલાસો

આ પણ વાંચો : ચાંદખેડામાં ખીરુ ખાધા પછી બે છોકરીના મોતના કેસમાં આવ્યો FSL રિપોર્ટઃ રિપોર્ટમાં કશું શંકાસ્પદ નહીં

આ પણ વાંચો : અમદાવાદ ચાંદખેડા કાંડ: બે બાળકીના શંકાસ્પદ મોતમાં લાઈ ડિટેકશન ટેસ્ટથી ઉકેલાશે રહસ્ય?