Ahmedabad News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકી(Death Of Two Girls)ના મોત મામલે નવી માહિતી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના ખુલાસા મુજબ નાની દિકરી રાહાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ તેમાં મોતના ચોક્કસ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટમાં બાળકીનું મોત કેવી રીતે થયું તે અંગે કોઈ સ્પષ્ટ હકીકત નોંધાઈ નથી.
આ પરિસ્થિતિમાં પોલીસે વધુ તપાસ માટે ફરીથી વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગાવવાનો નિર્ણય લીધો છે. મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ જ કેસમાં આગળની કાર્યવાહી અને તપાસને ગતિ મળશે. હાલ સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે અને પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ ચાંદખેડા વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં બે નાની બાળકીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.. આ દુર્ઘટનાએ પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, પરિવાર દ્વારા બે દિવસ પહેલા બજારમાંથી ખીરું (Dosa બેટર) લાવવામાં આવ્યું હતું.
આ ઘટનામાં માત્ર 3 મહિના અને 4 વર્ષની બે બાળકી(Death Of Two Girls)ના મોત થયા હતા
આ ખીરાથી બનાવેલા ઢોંસા (Dosa) બાળકોને ખવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘરના સભ્યોની તબિયત બગડવા લાગી. ઘટનામાં માત્ર 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત થયા છે, જ્યારે માતા-પિતા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી.
પરિવારના સભ્યોનો આરોપ છે કે ઢોંસા ખાધા બાદ જ બાળકોની તબિયત ખરાબ થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની છે. તેઓએ ખાદ્ય પદાર્થમાં કોઈ હાનિકારક તત્વ હોવાની શંકા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : અમદાવાદ ચાંદખેડા કાંડ: બે બાળકીના શંકાસ્પદ મોતમાં લાઈ ડિટેકશન ટેસ્ટથી ઉકેલાશે રહસ્ય?
આ પણ વાંચો : ઢોંસાના ખીરાથી 2 માસૂમ બાળકીના મોતનું રહસ્ય વધુ ઘેરાયું!, પોલીસને ઘરના સભ્યો પર શંકા
આ પણ વાંચો : ચાંદખેડા કાંડમાં મોટો ખુલાસો, પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ લીધો 2 બાળકીનો જીવ?
