Gujarat Accident News: અમદાવાદ (Ahmedabad) જીલ્લાના ધંધુકા રાણપુર રોડ પર અકસ્માત (Accident) સર્જાતા 1 મહિલાનું મોત થયું છે અને અન્ય 2 લોકો ઘાયલ થયા છે. નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે દોડી ગયા છે. કારમાં સવાર 5 લોકો નાગનેશ ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ દીકરાના લગ્ન હતા ત્યારે માતાનું ઘટના સ્થળે મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. ઇજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર (Bhavnagar) જીલ્લામાં સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. રાજપરા ગામ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં એક વ્યકિતનું મોત, અન્ય 3 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મૃતક રાજુલા પંથકના હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો બીજી બાજુ કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા.

સાયલા નેશનલ હાઈવે પર સામાન્યત: અકસ્માતથી મોતના બનાવો જોવા મળ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ન મોત થતાં ચકચાર મચી જવા પામી છે. પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા હતા. વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 7ને ઈજા પહોંચી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની
આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત
આ પણ વાંચો:સાયલા નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના, 24 કલાકમાં 5ના મોત
