લોકસભાની ચૂંટણીનાં મહાજંગમાં આજે છઠ્ઠા તબક્કા માટેનું 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની 10, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8 -8 બેઠકો, દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠકો પર મતદારો પતોનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાનાં લોક પ્રતિનીધીનું ચયન કરશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુઘી શરૂ રહેશે ત્યારે દેશભરની નજર આજે 59 બેઠકો પર મડાયેલી રહશે.
દિલ્હીના વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુએ તેમની પત્ની સાથે મતદાન કર્યું હતું.

દિલ્હી: એર ચીફ માર્શલ બીરેન્દ્ર સિંહ ધાનો અને તેમના પરિવાર સાથે મતદાન કર્યું.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હીના કામરાજ લેન સ્થિત એક પોલિંગ બૂથમાં મતદાન કર્યું.

સીપીએમના વરિષ્ઠ નેતા પ્રકાશ કરાતે મતદાન કર્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પણ 2019 ની લોકસભા ચૂંટણી માટે તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
દિલ્હી: પોલિસી કમિશનના સીઇઓ અમિતાભ કાંત અને મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ મતદાન કર્યું.

બોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ દિલ્હીમાં મતદાન કર્યું હતું
બોલિવૂડ સ્ટાર તાપસી પન્નુએ કર્યો તેના મતાધિકરનો ઉપયોગ..
કેબિનેટ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે મતદાન કર્યું અને જનતાને મતદાન કરવાની અપીલ કરી.

દિલ્હી: પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ મતદાન કર્યું.

દિલ્હી: સુપ્રસિદ્ધ ક્રિકેટર કપિલ દેવ ડી.પી.એસ. મથુરા રોડમાં મતદાન મથક પર પત્ની રોમી અને પુત્રી અમિયા સાથે મતદાન કર્યું.

હુડ્ડા પરિવારે મતદાન કર્યું.

દિલ્હી: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી નિર્માણ ભવન મતદાન મથક પર પોતાનો મત આપવા પહોંચ્યા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના મતાધિકારનો કર્યો ઉપયોગ.

દિલ્હી:વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ મતદાન કર્યું.

નરેન્દ્ર મોદીએ આ લડાઈમાં નફરતનો ઉપયોગ કર્યો છે. જ્યારે અમે પ્રેમનો ઉપયોગ કર્યો છે. મને લાગે છે કે પ્રેમ જીતશે: રાહુલ ગાંધી
લોકસભાની ચૂંટણી 2019 બેરોજગારી, નોટબંધી અને ભ્રષ્ટાચારના મુદ્દા પર આવી: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના તુગલક રોડ સ્થિત એક મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા.

આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ દિલ્હીના ઉમેદવાર, આતિશીએ કર્યું મતદાન. આ બેઠકમાં પૂર્વ કૉંગ્રેસ પ્રધાન અરવિંદર સિંહ લવલી અને ભાજપના ગૌતમ ગંભીર મેદાન માં છે.

દિલ્હી ભાજપના વડા અને ઉત્તર પૂર્વ દિલ્હીના પક્ષના ઉમેદવાર મનોજ તિવારીએ યમુના વિહારમાં મતદાન બૂથ નંબર 60 પર મત આપ્યો હતો.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કરનામાં મતદાન કર્યું. રાજ્યની તમામ 10 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ખટ્ટરે મતદાન પછી કેન્દ્રે માં ભાજપના વિજયનું દાવો કર્યો છે.

રાષ્ટ્રપતિ ભવન પોલિંગ બૂથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મતદાન કર્યું.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પાંડવ નગરના પોલિંગ બૂથ પર મતદાન કર્યું.

સમાજસેવી અને નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ પોતાનો મતધિકારનો ઉપયોગ કર્યો.

હરિયાણા:ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હરિયાણાના ગુરુગ્રામમાં મતદાન કર્યું થયો.

પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીથી બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા. ગંભીર સામે આમ આદમી પાર્ટીથી આતિશી અને કોંગ્રેસ ભૂતપૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલી મેદાનમાં છે.

પૂર્વ દિલ્હીથી ઉમેદવાર અરવિંદર સિંહ લવલી તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા। ઉપરાંત દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ પૂર્વ દિલ્હીના પાંડવનગરમાં મતદાન કરવા પહોંચ્યા.
યુપીના મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે પ્રયાગરાજલો એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપવા પહોંચ્યા.

