ઓસ્ટ્રેલિયામાં એક ટ્રેની પાયલોટે એડિલેડ હવાઇ મથકથી નિયંત્રિત હવાઇ વિસ્તારમાં લગભગ 40 મીનીટ સુધી બેભાન અવસ્થામાં ઉડાન ભરી હતી. બાદમાં જાણવા મળ્યુ કે તેણે સારી ઉંગ લીધી નહોતી અને સવારનો નાસ્તો પણ કર્યો નહતો. ઓસ્ટ્રેલિયા પરિવહન સુરક્ષા બ્યૂરો(એટીએસબી)એ 9 માર્ચની આ ગંભીર ઘટનાને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમા ફ્લાઇટ સ્કૂલ ફ્લાઇટ ટ્રેનિંગ એડિલેડનું વિમાનનો સમાવેશ હતો.

એટીએસએ કહ્યુ કે, ટ્રેની પાયલોટે ઉડાન પહેલા પૂરતી ઉંગ લીધી નહોતી. તેણે માત્ર ચોકલેટ બાર, એક એનર્જી ડ્રિંક અને થોડુ પાણી પીધુ હતુ. એસ્ટ્રેલિયાનાં એબીસી ન્યૂઝે જણાવ્યુ કે, પોતાની 40 મીનીટની યાત્રા દરમિયાન 5,500 ફૂટની ઉડાન સમયે તેને માથામાં દુખાવો શરૂ થઇ ગયો હતો. જેના કારણે તેણે ઓટોપાયલોટ ઓન કર્યુ હતુ. ડાયમંડ ડીએ 40 વિમાને એડિલેડનાં નિયંત્રણવાળા હવાઇ વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કર્યો. એર ટ્રાફિકે કંટ્રોલે ઘણીવાર પાયલોટ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનો સંપર્ક ન થઇ શક્યો.

ઘટનાની ગંભીરતાને જોતા એર ટ્રાફિકે કંટ્રોલે પાયલોટ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઇ જવાબ ન આવ્યો. ત્યારબાદ એડિલેડનાં દક્ષિણ-પશ્ચિમમાં ઉડાન ભરી રહેલા વિમાનની નજીક હાજર એક અન્ય વિમાનએ તે વિમાનને જોયુ અને જણાવ્યુ કે પાયલોટને હવે હોશ આવી ગયો છે. પાયલોટ ફરી બીજા વિમાનનાં એસ્કોર્ટ હેઠળ પૈરાફીલ્ડ હવાઇ મથક પર પાછુ આવ્યુ. ઘટના બાદ ફ્લાઇટ એડિલેડે એટીએસબીને જણાવ્યુ કે, તે ઘણી સુરક્ષા કાર્યવાહીને અમલમાં મુકશે, જેમા અભ્યાસકર્તાઓએ છેલ્લા 24 અને 48 કલાકોમાં તેમના સુવાનો સમય અને તેમણે છેલ્લે લીધેલા ભોજનનાં સમય અને તેના પ્રકારને જણાવવાનું રહેશે.
