Iran Pakistan News Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની વચ્ચે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાને મધ્યસ્થતાની વાતચીત માટે પાકિસ્તાન જવાનો ક્યારેય ઈન્કાર કર્યો નથી. તેમણે અમેરિકી અને પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.
શું હતો સમગ્ર વિવાદ?
પાકિસ્તાની અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ એ 3 એપ્રિલ 2026 ના રોજ દાવો કર્યો હતો કે અમેરિકા વાતચીત માટે તૈયાર હતું, પરંતુ ઈરાને છેલ્લી ઘડીએ ઈસ્લામાબાદ આવવાની ના પાડી દીધી હતી. આ અહેવાલ બાદ વોલ સ્ટ્રીટ જર્નલ જેવા આંતરરાષ્ટ્રીય અખબારોએ પણ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેના કારણે એવી છાપ ઊભી થઈ હતી કે ઈરાન (Iran) શાંતિ વાટાઘાટોથી પીછેહઠ કરી રહ્યું છે.
અરાઘચીની સોશિયલ મીડિયા પર સફાઈ
શનિવારે (4 એપ્રિલ 2026) અબ્બાસ અરાઘચીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “અમેરિકી મીડિયા ઈરાનના વલણને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. અમે પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસો માટે તેમના આભારી છીએ અને અમે ક્યારેય ઈસ્લામાબાદ જવાની ના પાડી નથી. અમારી ચિંતા માત્ર એ ગેરકાયદેસર યુદ્ધના કાયમી અંતની શરતોને લઈને છે, જે અમારા પર લાદવામાં આવ્યું છે.”
ઇશાક ડારનો ભાવુક પ્રતિભાવ
ઈરાની (Iran) વિદેશ મંત્રીની આ સ્પષ્ટતા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે વળતો જવાબ આપતા લખ્યું, “તમારી આ સ્પષ્ટતા માટે હું ખરેખર આભારી છું, મારા વહાલા ભાઈ.” આ નિવેદન સાથે જ બંને દેશો વચ્ચે સર્જાયેલી રાજદ્વારી તણાવની સ્થિતિ હળવી થઈ છે.
ટ્રમ્પનો દાવો અને Iranનો ઈન્કાર
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાનની (Iran) સરકાર અમેરિકાના પ્રસ્તાવ માનવા તૈયાર છે, તો બીજી તરફ તેહરાને આ દાવાઓને ફગાવી દીધા છે. ઈરાને અમેરિકાના 48 કલાકના સીઝફાયર (યુદ્ધવિરામ) ના પ્રસ્તાવને પણ ઔપચારિક રીતે ઠુકરાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે તે યુદ્ધ લડવા તૈયાર છે અને કોઈ પણ સમજૂતી કાયમી ઉકેલ સાથે જ થશે.
આ પણ વાંચો : ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન



