Gujarat News/ અલનીનોની અસર વચ્ચે ગુજરાતમાં શિયાળાની શરૂઆત, વડોદરા 16.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું, 9 શહેરોનું તાપમાન ગગડ્યું

ગુજરાતમાં ઠંડી (Gujarat Winter) ની શરૂઆત, 9થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે અને વડોદરા 16.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું

Gujarat Top Stories Breaking News
gujarat winter

Gujarat News: ગુજરાતમાં ઠંડી (Gujarat Winter)ની શરૂઆત થઈ ગઈ છે. કારતક માસની શરૂઆત સાથે ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોમાં રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે.

Gujarat Winter : ગુજરાતમાં ઠંડીની શરૂઆત 

રાજ્યનાં 9થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. વડોદરા (Vadodara) 16.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયામાં 17 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં 18 ડિગ્રી તથા અમદાવાદમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આગામી 7 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. 14 નવેમ્બરે ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાતા હોવાથી રાત્રિના તાપમાનમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું

બંગાળની ખાડી (Bay of Bengal) ના દક્ષિણપૂર્વ ભાગમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગના બુલેટિન મુજબ આ સિસ્ટમ 14 નવેમ્બરે વધુ મજબૂત બનશે અને 15 નવેમ્બરની આસપાસ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. 16 નવેમ્બરની સાંજ સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની શક્યતા છે. જોકે ગુજરાતના હવામાન પર તેની સીધી અસર અંગે હાલ કોઈ સ્પષ્ટ આગાહી નથી.

 20 નવેમ્બર બાદ પારો ગગડી શકે છે 

લાંબા ગાળાના અનુમાન મુજબ 20 નવેમ્બર બાદ તાપમાનનો પારો ગગડી શકે છે અને ડિસેમ્બરના અંતથી ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. જોકે અલ નીનો (El Nino) ની અસરને કારણે આ વર્ષે કડકડતી ઠંડીના દિવસો ઓછા રહી શકે છે. હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.


આ પણ વાંચો: ઠંડીનો કહેર વધશે, દિલ્હી-UP સહિત 10 રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ; જાણો હવામાનનો હાલ

આ પણ વાંચો: સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન! 19 નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની રાહ લંબાશે! દિવસે 37 ડિગ્રી ગરમી, રાત્રે ગુલાબી ઠંડી