USA Mango Export/ હવેથી ગુજરાતની કેરીની સીધી અમેરિકા નિકાસ થઈ શકશે

ગુજરાતની કેરીના નિકાસકારો માટે આનંદના Mango Export-USA સમાચાર છે. તેમણે હવે કેરીની નિકાસ કરવા માટે છેક મહારાષ્ટ્ર સુધીનો ધક્કો નહીં ખાવો પડે. આ વર્ષે પહેલી વાર ગુજરાતની કેરી અને તેમા પણ ખાસ કેસર કેરીની સીધી અમેરિકામાં નિકાસ થશે.

Top Stories Gujarat

અમદાવાદઃ ગુજરાતની કેરીના નિકાસકારો માટે આનંદના Mango Export-USA સમાચાર છે. તેમણે હવે કેરીની નિકાસ કરવા માટે છેક મહારાષ્ટ્ર સુધીનો ધક્કો નહીં ખાવો પડે. આ વર્ષે પહેલી વાર ગુજરાતની કેરી અને તેમા પણ ખાસ કેસર કેરીની સીધી અમેરિકામાં નિકાસ થશે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર્સ એન્ડ એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેકશન સર્વિસ (USDA-APHIS)એ ગયા વર્ષે જુલાઈમાં Mango Export-USA ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસને મંજૂરી આપી હતી.

તેના લીધે ગુજરાતના ખેડૂતો અને નિકાસકારો હવે અમેરિકામાં સીધી નિકાસ Mango Export-USA કરી શકશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડે બાવળામાં રેડિયેશન પ્રક્રિયા માટેની સગવડ સ્થાપી છે. અત્યાર સુધી ગુજરાતની કેસર અને હાફૂસ કેરીની મહારાષ્ટ્રથી નિકાસ કરવામાં આવતી હતી.  કંપનીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ કેરીની આ વખતની સીઝનથી જ નિકાસ થઈ શકશે. Mango Export-USA ગુજરાતની કેરીની મહારાષ્ટ્રથી નિકાસ થવાના લીધે લોજિસ્ટિક ખર્ચ વધી જતો હતો. તેમણે કહ્યું હતું કે અમારો પ્લાન્ટ તો 2014માં જ તૈયાર થઈ ગયો હતો, પરંતુ મંજૂરી મેળવવામાં વિલંબ થયો હતો. હવે જો હવામાન સારુ રહ્યુ તો એપ્રિલથી જુનના મધ્યાંતર સુધીમા 400 ટન કેરીની નિકાસ કરીશું.

એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ભારતમાંથી અમેરિકામાં 34 કરોડ રૂપિયાની 813 ટન કેરીની નિકાસ થઈ હતી. અમેરિકાના નિયમો મુજબ કેરી સહિતના Mango Export-USA ખાદ્ય પદાર્થો પર ઇરિડેશન પ્રક્રિયા થવી જોઈએ. આ પ્રક્રિયાના લીધે ફળો અને ખાદ્ય પદાર્થોમાં રહેલા જીવાણુનો નાશ થાય છે.  ઇરિડેશન પ્લાન્ટની સગવડના લીધે ગુજરાતના ખેડૂતોને તેમની પેદાશના સારા ભાવ મળશે. ગુજરાતની કેરી માટે અમેરિકા મોટું માર્કેટ છે. ગુજરાતની ગુણવત્તાયુક્ત કેસર કેરીની ભારે માંગ છે. Mango Export-USA આમ ઇરિડેશન પ્લાન્ટ શરૂ થતાં ફક્ત અમેરિકા જ નહી પણ ગુજરાતની કેસર કેરીની સીધી ઓસ્ટ્રેલિયા પણ નિકાસ કરી શકાશે. ઇરિડેશનના લીધે કેરી સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ એક મહિનાનો વધારો થશે.

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના એગ્રિકલ્ચર કમિટીના ચેરમેન આશિષ ગુરુએ જણાવ્યું હતું કે ગુજરાત કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે. ગુજરાતની કેસર કેરી મેક્સિકોની કેરી કરતાં ગુણવત્તામાં ખૂબ જ સારી છે. અગાઉ ઇરિડેશન પ્લાન્ટને મંજૂરીને અભાવે સીધી નિકાસ શક્ય ન હતી, પરંતુ હવે સીધી નિકાસ શક્ય બની છે. આ ઉપરાંત સારી ગુણવત્તાના લીધે સારા ભાવ પણ મળશે.

 

આ પણ વાંચોઃ USA Banking Crises/ અમેરિકામાં બેન્કિંગ કટોકટીઃ સિલિકોન વેલી પછી સિગ્નેચર બેન્કને તાળું વાગ્યું

આ પણ વાંચોઃ WTC Final 2023/ WTC ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા સાથે ઈંગ્લેન્ડમાં ટકરાશે

આ પણ વાંચોઃ હવામાં મોત/ દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં એક મુસાફરનું મોત, કરાચીમાં થયું ઈમરજન્સી લેન્ડિંગ