ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત Board Exam આવ્યો છે. આવતીકાલથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્યના 16.50 લાખ વિદ્યાર્થીઓ જીવનની પહેલી બોર્ડની પરીક્ષા આપવાના છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડે તો મેડિકલ ટીમ તૈનાત રહેશે, પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ નહિ પહેરી શકાય, પેપર લખાઇ જાય તો પણ 3 કલાક બેસવું પડશે, Board Exam પેપર ન ફૂટે તે માટે ફુલપ્રૂફ વ્યવસ્થા કરી છે. આજે સીટ નંબર જોવા છેક ક્લાસની અંદર નહીં જવા દેવાય, બહારથી જ જોવા પડશે. જિલ્લા શિક્ષણ તંત્રએ તમામ પેપર 11 જિલ્લામાં પહોંચાડી દીધા છે, તમામ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સીસીટીવીની નિગરાનીમાં સીલ છે.
દસમાં ધોરણમાં 9,56, 753 વિદ્યાર્થીઓ બેસશો તો બારમાં ધોરણમાં 6,91,424 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમા સામાન્ય પ્રવાહમાં 5,65,000 વિદ્યાર્થીઓ અને સાયન્સમાં 1,26 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિદ્યાર્થીઓને જાણવા જેવુ
હોલ ટિકિટ ખોવાય જાય તો પરીક્ષા નહીં અટકે, ઝેરોક્સમાં સહી-સિક્કા કરાશે. Board Exam દરેક પરીક્ષા કેન્દ્રના નજીકના આરોગ્ય કેન્દ્રની ટીમ તૈયાર રખાશે, એવી 56 ટીમ છે, 108ની સુવિધા પણ હોય છે, પરીક્ષા કેન્દ્ર પર પ્રાથમિક સારવારની કિટ અપાઈ છે. હોલ ટિકિટની ઝેરોક્સમાં શાળા દ્વારા સહી-સિક્કા કરી પ્રમાણિત કરી અપાશે, હોલ ટિકિટના અભાવે વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત નહીં રહે, બીજે દિવસે પણ બતાવી શકશે.
પહેલા દિવસે અડધાથી પોણો કલાક વહેલું આવવું હિતાવહ છે, બાકીના દિવસોમાં Board Exam અડધો કલાક વહેલું આવવું જોઈએ જેથી ભાગદોડ ન થાય. ડાબી બાજુ બેઠક નંબર આંકડા અને શબ્દોમાં લખવાનો હોય છે, પછી વિષય, તારીખ અને સહી કરવાની હોય છે જે સામાન્ય બાબત છે છતાં ખંડ નિરીક્ષક તમામ બાબતો સમજાવશે. કાળી પેન પ્રશ્ન લખવામાં કે લાઈનિંગ કરવામાં ઉપયોગ કરી શકાય, પરંતુ મોટાભાગે માત્ર બ્લૂ પેનનો જ વિદ્યાર્થી ઉપયોગ કરે તે વધુ હિતાવહ છે. વિદ્યાર્થી મોબાઈલ ઘેર મૂકીને આવે અથવા વાલી મૂકવા આવે ત્યારે તેને આપી દે, સાથે રાખવાની કે સ્કૂલમાં મૂકવાની કોઈ સુવિધા નથી.
આ પણ વાંચોઃ USA Mango Export/ હવેથી ગુજરાતની કેરીની સીધી અમેરિકા નિકાસ થઈ શકશે
આ પણ વાંચોઃ કર્ણાટક/ “શું અલ્લાહ ત્યારે જ સાંભળે છે જ્યારે લાઉડસ્પીકર પર અઝાન વગાડવામાં આવે છે?” ભાજપના ધારાસભ્ય ઇશ્વરપ્પાના નિવેદન પર વિવાદ
આ પણ વાંચોઃ Video/ છોકરીઓ અને મહિલાઓને Kiss કરીને ભાગી જાય છે આ વ્યક્તિ, જુઓ CCTV
