Dwarka News: દ્વારકામાં જન્માષ્ટમીના પાવન પર્વ દરમિયાન દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મોબાઈલ ફોન લઈ જઈ ફોટો-વીડિયો (Dwarkadhish Temple Mobile Video) બનાવવાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં મોબાઈલ ફોન, ડિજિટલ કેમેરા સહિતના શૂટિંગ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં વીડિયો બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપસર દ્વારકા પોલીસે સુરતના એક 33 વર્ષીય વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં આ વીડિયો સુરતના રાહુલ ડાયાભાઈ વસ્તરપરા દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેઓ ન્યૂઝીલેન્ડમાં રહેતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોવાનું પણ સામે આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તપાસ શરૂ
જન્માષ્ટમી દરમિયાન દ્વારકાધીશ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બલરામ પરિસર નજીક મોબાઈલ ફોનથી બનાવવામાં આવેલો વીડિયો (Dwarkadhish Temple Mobile Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો પોલીસના ધ્યાને આવ્યા બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વીડિયો બનાવનાર વ્યક્તિની ઓળખ રાહુલ ડાયાભાઈ વસ્તરપરા તરીકે થઈ હતી.
Dwarkadhish Temple Mobile Video: મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
પોલીસ ફરિયાદ મુજબ, દ્વારકાધીશ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન, ડિજિટલ કેમેરા તથા વીડિયો (Dwarkadhish Temple Mobile Video) શૂટિંગના અન્ય ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધિત જાહેરનામું અમલમાં છે. આ પ્રતિબંધ હોવા છતાં રાહુલ વસ્તરપરા મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ્યા હોવાનો અને ત્યાં ફોટોગ્રાફ્સ તથા વીડિયો (Dwarkadhish Temple Mobile Video) બનાવ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ થયો હોવાના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
iPhone 15 Pro Max પોલીસે કબજે કર્યો
તપાસ દરમિયાન પોલીસે રાહુલ વસ્તરપરા પાસેથી ગ્રે કલરનો iPhone 15 Pro Max કબજે કર્યો છે. પોલીસ દ્વારા તેની અંદાજિત કિંમત રૂ.20,000 દર્શાવી તેને તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલમાં રહેલા વીડિયો (Dwarkadhish Temple Mobile Video) અને અન્ય ડિજિટલ સામગ્રી પણ તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
BNS કલમ 223 હેઠળ ગુનો, BNSS મુજબ નોટિસ
આ મામલે દ્વારકા પોલીસે BNSની કલમ 223 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ રાહુલ વસ્તરપરાને BNSSની કલમ 35(3-6) મુજબ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં તપાસ અધિકારી અથવા નામદાર કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવે ત્યારે હાજર રહેવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દ્વારકા પોલીસની તપાસ ચાલુ
મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને મોબાઈલ પ્રતિબંધ અંગેના જાહેરનામા વચ્ચે વીડિયો (Dwarkadhish Temple Mobile Video) બનાવવામાં આવ્યો હોવાના મામલે દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે માત્ર મોબાઈલ લઈ જવાનો નિયમભંગ થયો છે કે અન્ય કોઈ નિયમનો પણ ભંગ થયો છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:દ્વારકાધીશના ભક્તો માટે મહત્વના સમાચાર, આગામી 3 દિવસ દર્શનના સમયમાં ફેરફાર
આ પણ વાંચો:દ્વારકાધીશ જગત મંદિરમાં જયષ્ઠાભિષેક ઉત્સવ યોજાયો,શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવાનો નિર્ણય
