રાજકોટ/ મફતીયાપરામાં વીજ ચેકીંગ ટીમ પર હુમલો કરતાં પાંચ કર્મચારી ઈજાગ્રસ્ત થયા

આજ કાલ શહેરમાં લુખ્ખા તત્વોનો જાણે આંતક વધી રહ્યો હોઈ તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે.  

Gujarat

રાજકોટ આમતો રંગીલું  શહેર તરીકે જાણીતું  છે. પરંતુ  આજ કાલ શહેરમાં લુખ્ખા તત્વોનો જાણે આંતક વધી રહ્યો હોઈ તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે.   ત્યારે રાજકોટના દુધસાગર રોડ પર આવેલ મફતીયાપરામાં વિજ ચોરી કરતા શખ્સોને ત્યાં વીજ ચેકીંગની ટીમ ત્રાટકતા તેમને ઝઘડો કરી ડેપ્યુટી ઈજનેર સહિત પાંચ કર્મચારી પર ધોકા પાઈપ વડે તુટી પડતા તેમને ગંભીર ઈજા પહોચતા તેઓને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Gujarat /  ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુનાં કારણે હોટલ-રેસ્ટોરન્ટમાં મંદીનું મોજું

માહિતી મુજબ આજરોજ બપોરનાં સમયે પીજીવીસીએલની ટીમ દુધસાગર રોડ પર મફતીયાપરામાં વિજચોરી કરતા શખ્સોના મકાનો પર ત્રાટકી હતી ત્યારે અશ્ર્વીન મેરામણ અને પ્રવીણ સોરાણીનામના શખ્સોએ વિજ કર્મચારી સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈને થોડા પાઈપ વડે તૂટી પડયા હતા. જેમાં પીજીવીસીએલને ડેપ્યુટી ઈજનેર નિલેશભાઈ જીવણભાઈ મેર, જૂનીયર ઈજનેર ગીરીશભાઈ સોલંકી અને ઈલેકટ્રીક આસીસ્ટન્ટ અમીતભાઈ અને મેહુલભાઈ સહિતના સ્ટાફને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.

આ પણ વાંચો:Covid-19 /  રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત, હવે મહેસુલ વિભાગને લીધું બાનમાં

બનાવની જાણ થોરાળા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને પ્રાથમિક પૂછતાછમાં ડેપ્યુટી ઈજનેર નિલેશભાઈએ જણાવ્યું હતુકે તેઓ વિજ ચોરી કરતા ઘરોમાં ચેકીંગ માટે આજરોજ દરોડા પાડયા હતા. . હાલ પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ફરજ રૂકાવટનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.