Ahmedabad News/ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન સામે નોંધાયેલા ત્રણેય ગુનામાં આગોતરા જામીન નામંજુર

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના ચેરમેન વિરૂધ્ધ ત્રણ ગુના નોંધાયેલા હતા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના ચેરમેન વિરૂધ્ધ ત્રણ ગુના નોંધાયેલા હતા. ચેરમેન કાર્તિક જસુભાઈ પચેલ (59) આ ગુનામાં નાસતો ફરતો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરો, સીઈઓ અને ડોક્ટરો વિરૂધ્ધ પણ આ ત્રણ ગુના નોંધાયેલા છે. જેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.

હોસ્પટલનો ચેરમેન કાર્તિક પટેલ આંબલીમાં રાજપથ ક્લબ રોડ, અભીશ્રી રેસીડેન્સીમાં રહે છે અને હાલમાં તે વિદેશમાં છે. જેને પગલે તેના વતી તેના જમાઈએ આ ત્રણેય ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે મે.ડિસ્ટ્ર્કિટ એન્ડ સેસન્સ જજમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર વિજય બારોટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ ટાંકીને ધારદાર રજૂઆત કરી હતી. જોકે કોર્ટે કાર્તિક પટેલના ત્રણેય ગુનામાં આગોતરા જામીન નામંજુર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સરકાર એક્શન મોડમા,વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા બન્યું ઠંડુગાર

આ પણ વાંચો:ગુજરાત BJP ના નવા અધ્યક્ષની પસંદગી માટે ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ જવાબદારી