Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા બન્યું ઠંડુગાર

મોડી રાત્રિથી વહેલી સવાર સુધી હવામાન ઠંંડુ રહેશે.

Top Stories Gujarat

Gujarat Weather News: રાજ્યમાં ગઈકાલ સાંજથી ધીમે ધીમે ઠંડીનું (Cold) પ્રમાણ વધ્યું છે. મોડી રાત્રે ઠંડા પવનો ફૂંકાતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થયો હતો. આગામી 3 દિવસ ઠંડીનો પારો ઊંચે જશે.

ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ઊંચે ગયો છે.  7.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે. દાહોદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 13.5 ડિગ્રી, ભૂજમાં 13.8 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં પર્વતીય ક્ષેત્રોમાં હિમવર્ષા થવાથી આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે, ઠંડા પવનો ફૂંકાવાથી ઉત્તરાયણમાં પવન સારો રહેશે. ઠંડી વધતાં ગાઢ ધુમ્મસ (Fog) છવાયેલું રહેશે. મોડી રાત્રિથી વહેલી સવાર સુધી હવામાન ઠંંડુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડીમાં થયો ઘટાડો, ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં

આ પણ વાંચો:આવતીકાલથી ઠંડીનો પારો ઊંચો જશે, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, દિવસે તાપમાન વધુ રહ્યું