Not Set/ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સુચના અને પ્રસારણ મંત્રાલય બાદ હવે આ પદ પરથી પણ કરાઈ છુટ્ટી

નવી દિલ્હી, મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્મૃતિ ઈરાનીની નીતિ આયોગમાં વિશેષ આમંત્રિત મેમ્બર પદેથી છુટ્ટી કરવામાં આવી છે. આ પહેલા જયારે તેઓની કેન્દ્રમાં માનવ સંસાધન મંત્રી પર નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારથી જ તેઓ નીતિ આયોગના સભ્ય હતા. જો કે ત્યારબાદ તેઓનું મંત્રાલય બદલાયા બાદ પણ તેઓ નીતિ આયોગમાં […]

Top Stories India

નવી દિલ્હી,

મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્મૃતિ ઈરાનીની નીતિ આયોગમાં વિશેષ આમંત્રિત મેમ્બર પદેથી છુટ્ટી કરવામાં આવી છે. આ પહેલા જયારે તેઓની કેન્દ્રમાં માનવ સંસાધન મંત્રી પર નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારથી જ તેઓ નીતિ આયોગના સભ્ય હતા. જો કે ત્યારબાદ તેઓનું મંત્રાલય બદલાયા બાદ પણ તેઓ નીતિ આયોગમાં આ પદ પર સભ્ય હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન મંત્રી પદ પરથી હટાવ્યા બાદ ગત ૧૫ મેના રોજ સુચના અને પ્રસારણ મંત્રાલય પણ પાછું લેવામાં આવ્યું હતું. ત્યારે હવે સ્મૃતિ ઈરાની હવે માત્ર કપડા મંત્રી જ રહ્યા છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, “સ્મૃતિ ઈરાનીની જગ્યાએ આ પદ પર હવે વર્તમાન HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને નીતિ આયોગના આ પદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ નિર્ણય એ સમયે કરવામાં આવ્યો છે, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ જૂનના રોજ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક કરવાના છે.

આ વાત રસપ્રદ છે કે, પ્રકાશ જાવડેકર વર્તમાન માનવ સંસાધન મંત્રી પણ છે, પરંતુ બીજી બાજુ રાવ ઇન્દ્રજીત સિંહને નીતિ આયોગના પૂર્વ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સાંસદના ફંડનો દુરપયોગ કર્યાં હોવાના પણ સામે આવ્યા આરોપો

 મહત્વનું છે કે, હાલમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પર સાંસદના ફંડનો દુરપયોગ કર્યાં હોવાના આરોપો પણ સામે આવ્યા છે. ફંડના દુરપયોગના ગંભીર આરોપો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ લગાવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષે પોતાના ટ્વીટ  દ્વારા જણાવ્યું, “સ્મૃતિ ઈરાની આણંદ જિલ્લાના માઘરોલ ગામને સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ મોડલ બનાવવા માટે દત્તક લીધું હતું. પરંતુ તેઓએ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરપયોગનો જોરદાર મોડલ બનાવવા માટે કામ કર્યું છે.