West Bengal/ ‘બળાત્કાર કેસમાં તપાસ 21 દિવસમાં પૂરી, આરોપીને 10 દિવસમાં ફાંસી, ‘ મમતા સરકાર આજે વિધાનસભામાં રજૂ કરશે બિલ

કોલકાતા ડોક્ટર મર્ડર કેસ બંગાળ સરકાર મંગળવારે વિધાનસભાના વિશેષ સત્રમાં એક સંશોધન બિલ રજૂ કરશે.

Top Stories India Breaking News

West Bengal News: કોલકાતા ડોક્ટર મર્ડર કેસ બંગાળ સરકાર મંગળવારે વિધાનસભાના વિશેષ સત્રમાં એક સંશોધન બિલ રજૂ કરશે. આમાં, બળાત્કારના દોષિતોને 10 દિવસની અંદર મૃત્યુદંડ (ફાંસી) સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ છે. આ બિલ હેઠળ રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂરી કરવાની રહેશે. ભાજપે જાહેરાત કરી છે કે તે બિલને સમર્થન આપશે.

આ બળાત્કાર વિરોધી બિલનું નામ છે – અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024. આ બિલ હેઠળ રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂરી કરવાની રહેશે. ભાજપે જાહેરાત કરી છે કે તે બિલને સમર્થન આપશે. બીજી તરફ, નિષ્ણાતો માને છે કે રાજ્ય કાયદો બનાવી શકે છે, પરંતુ તેના માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે.

બળાત્કારીઓને 10 દિવસમાં ફાંસીકોલકાતાની RG KAR હોસ્પિટલના ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બંગાળ વિધાનસભાએ બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જે બાદ જનતા આવા ગુનાઓને રોકવા માટે કડક કાયદો બનાવવાની માંગ કરી રહી છે. દરમિયાન, સોમવારથી બંગાળ સરકારની વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર દરમિયાન એક બિલ રજૂ કરવામાં આવશે. જેમાં બળાત્કારીને 10 વર્ષની અંદર ફાંસીની સજા આપવાનો પ્રસ્તાવ છે.

Sukanta Majumdar's appointment as MoS indicates change at Bengal BJP's helm - The Hindu

જણાવી દઈએ કે આ સત્ર સોમવાર એટલે કે આજથી શરૂ થશે અને મંગળવારે પ્રસ્તાવિત બિલ રજૂ થઈ શકે છે. વિપક્ષી સરકાર ભાજપ પશ્ચિમ બંગાળના આ બિલને સંપૂર્ણ સમર્થન આપશે. ભાજપનું કહેવું છે કે તેની સરકાર બળાત્કાર વિરુદ્ધ પશ્ચિમ બંગાળના આ પગલાને સમર્થન આપશે. બીજેપી નેતા સુકાંત મજુમદારે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે મમતા બેનર્જીના આ બિલને સમર્થન આપીશું. જો કે, મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની અંદર પણ વિરોધ ચાલુ રાખવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: TMCએ ત્રણ મોટી ચેનલોનો બહિષ્કાર કર્યો, દીબેટમાં પ્રવક્તા ન મોકલવાની કરી જાહેરાત

 આ પણ વાંચો: હું નિર્દોષ છું મને ફસાવવામાં આવ્યો છે’ કોલકાતા મહિલા ડોક્ટર કેસના મુખ્ય આરોપી સંજય રોય થયો ભાવુક

આ પણ વાંચો: કોલકાતા મહિલા ડોક્ટર મામલે મમતા સરકાર પર વિપક્ષના પ્રહાર, પુરાવા નાશ કરવાનો આરોપ