ગુરુવારે સાંજે જેનો ખતરો હતો તે ફ્લોરેન્સ તોફાને શ્રીગણેશ કરી દીધા છે.

ABC7EileenW: Eyewall of Hurricane Florence reaching the Carolina coast. #HurricaneFlorence https://t.co/zvid5wXVZJ
— StevenBruceWilson (@Scubasteve51) September 14, 2018
ફ્લોરેન્સ તોફાનના લીધે આશરે ૧.૫ લાખ લોકોમાં વીજળી જતી રઈ હતી. વીજળી જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઇ ગયો હતો.

એટલું જ નહિ પરંતુ નોર્થ કેરોલીનાના ઘણા વિસ્તાર ડૂબી ગયા હતા. ઘણા વિસ્તારમાં પાણી ૧૧ ફૂટ જેટલું ભરાઈ ગયું છે.
Hurricane Florence has reached southeast coast of US with sustained winds of 90mph & higher gusts. Further east in Atlantic, weakening tropical storm Helene drifts north & may track towards the UK & Ireland early next week potentially bringing fairly wet & windy weather. Angie pic.twitter.com/23mzu2GP8N
— angie phillips (@angie_weather) September 14, 2018


મોરહેડમાં પોલીસ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેજ હવાના લીધે આહિયા ડ્રાઈવીંગ કરવું મુશ્કેલ બની ગયું હતું.

પહેલા ફ્લોરેન્સ તોફાનને ૫મી કેટેગરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. હાલ અમેરિકાના તટ વિસ્તારમાં ફ્લોરેન્સ તોફાન ૧ કેટેગરીમાં બદલાઈ ગયું હતું.

આ તોફાનની તીવ્રતા ભલે ઓછી થઇ ગઈ પરંતુ તેનો ખતરો હજુ સુધી ઓછો તઃયો નથી. અહી હવા ૧૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે.
આ તોફાનની સૌથી વધુ અસર નોર્થ કેરોલીનાના દક્ષિણ ભાગમાં થશે.

https://twitter.com/PortuGregor/status/1040525267356180480
તમને જણાવી દઈએ કે આ તોફાનના લીધે અમેરિકા પર હાલ ન્યુક્લિયર નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ તોફાનના રસ્તામાં ૬ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલા છે.


અમેરિકાની એક ન્યુઝ એજન્સીએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે એવો દાવો કર્યો છે.
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધી ફ્લોરેન્સ તોફાનનો ખતરો રહેશે.
ફ્લોરેન્સના તોફાનના લીધે વર્જીનીયા, નોર્થ અને સાઉથ કેરોલીના તટ વિસ્તારમાં ૧૫ લાખથી વધારે લોકોના ઘર ખાલી કરાવી દીધા છે. ૧૫ લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે.
આ તોફાનના લીધે નદીઓના જળસ્તરમાં આક્રમક રીતે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
