Girsomnath News/ સાસણગીર સિંહનું જ નહીં હવે જુગારનું પણ ધામ, 54 જુગારીઓની ધરપકડ, 2.34 કરોડની રોકડ જપ્ત

જુગારી (Gamblers) ગમે તે થાય પણ જુગાર રમવાનું ન છોડે, આ વાત ગુજરાતના જુગારીઓએ ફરીથી સાબિત કરી છે. તેઓએ હવે નવી મોડસ ઓપરેન્ડી અજમાવતા ગુજરાતના જંગલોની અંદર આવેલા રિસોર્ટને જ જુગારધામ બનાવી દીધા છે.

Top Stories Gujarat Breaking News

GirSomnath News: જુગારી (Gamblers) ગમે તે થાય પણ જુગાર રમવાનું ન છોડે, આ વાત ગુજરાતના જુગારીઓએ ફરીથી સાબિત કરી છે. તેઓએ હવે નવી મોડસ ઓપરેન્ડી અજમાવતા ગુજરાતના જંગલોની અંદર આવેલા રિસોર્ટને જ જુગારધામ બનાવી દીધા છે. આ પ્રકારના જુગારધામમાં ચાર કે પાંચ નહીં પણ 54 જેટલા જુગારીઓને પોલીસે પકડતા સન્નાટો છવાઈ ગયો છે.

જાણીતા પ્રવાસન્ સ્થળ સાસણ ગીરમાં (SasanGir) પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીના આધારે, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે સાસણ ગીર નજીકના એક રિસોર્ટ પર દરોડો પાડ્યો અને જુગાર રમતા 55 લોકોની ધરપકડ કરી. આ દરોડા દરમિયાન પોલીસે 2 કરોડ 90 લાખ રૂપિયાની કિંમતી વસ્તુઓ પણ જપ્ત કરી હતી. તેમા કુલ 2.34 કરોડની રોકડનો સમાવેશ થાય છે.

પોલીસને મળેલી માહિતી મુજબ, એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સાસણ ગીર નજીક આવેલા “ધ પ્રીમિયર રિસોર્ટ” માં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રિસોર્ટ પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, પોલીસે 55 લોકોને જુગાર રમતા રંગે હાથે પકડ્યા.

પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી 70 મોબાઈલ ફોન, 15 કાર અને 28 લાખ રૂપિયાની રોકડ સહિત 2.9 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસે તમામ 55 જુગારીઓની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

LCB પોલીસે અગાઉ પણ આ જ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જેમાં 54 જુગારીઓને 25 લાખ રૂપિયાથી વધુની અંદાજિત રોકડ અને 10 કારની સામગ્રી સાથે પકડવામાં આવ્યા હતા. આ ઘટના પણ માહિતીના આધારે જ અંજામ આપવામાં આવ્યો હતો.

પોલીસની આ કાર્યવાહીથી સાસણ ગીર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસનું કહેવું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીમાં 47 લાખના મુદ્દામાલ સાથે 23 જુગારીઓ પકડાયા

આ પણ વાંચો: લોકડાઉનમાં પણ જુગારીઓને ઝપ નથી,અમદાવાદના જમાલપુરમાંથી 10 જુગારીઓ પકડાયા

આ પણ વાંચો: તાજ હોટેલ જુગાર કેસમાં પકડાયા સંકલ્પ જૂથના માલિકને જાણો