IPL 2025 CSK vs MI: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની ત્રીજી મેચ રવિવારે (23 માર્ચ) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, સીએસકેએ શાનદાર રીતે 4 વિકેટથી જીત મેળવી.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 156 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ રીતે ચેન્નાઈએ તેની પહેલી જ મેચ જીતી લીધી છે. ચેન્નાઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ હાફ સેન્ચુરી મારી હતી, પરંતુ તેના મિડલ ઓર્ડરે ધબડકો કર્યો હોવા છતાં ચેન્નાઈ મેચ જીતવામાં સફળ રહ્યું હતું.
How’s that for a start #CSK fans? 💛
Khaleel Ahmed strikes twice in the powerplay with huge wickets of Rohit Sharma and Ryan Rickelton 💪
Updates ▶️ https://t.co/QlMj4G6N5s#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/jlAqdehRCq
— IndianPremierLeague (@IPL) March 23, 2025
નૂર-ખલીલ સામે મુંબઈની ટીમ નાનો સ્કોર કરી શકી
આઇપીએલની પ્રથમ જ મેચમાં મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પહેલી ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. આ પછી મુંબઈએ રિકવર થવાનો પ્રયાસ કર્યો પરંતુ નિયમિત અંતરાલે વિકેટો પડતી રહી અને ટીમ છેવટે સન્માનજનક સ્કોર ઊભો કરવામાં નિષ્ફળ ગઈ.
મુંબઈએ 9 વિકેટ ગુમાવ્યા બાદ 155 રન બનાવ્યા. ટીમ તરફથી તિલક વર્માએ (Tilak Varma) સૌથી વધુ 31 રન બનાવ્યા. જ્યારે આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવ 29 રન બનાવીને આઉટ થયા હતા. અંતે, દીપક ચહરે 15 બોલમાં 28 રન બનાવ્યા. આ સિવાય કોઈ પણ બેટ્સમેન 20 ના આંકડાને સ્પર્શી શક્યો નહીં. ચેન્નાઈ માટે, કાંડા સ્પિનર નૂર અહેમદે પોતાનો જાદુ બતાવ્યો અને 4 વિકેટ લીધી. ખલીલ અહેમદે 3 વિકેટ લીધી. જ્યારે નાથન એલિસ અને અશ્વિને 1-1 વિકેટ લીધી.
પંડ્યાની જગ્યાએ સૂર્યાએ કેપ્ટનશીપ સંભાળી
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ હોવાને કારણે, આ એક મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહી. મુંબઈના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાને ગયા આઈપીએલ સીઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટના ઉલ્લંઘન બદલ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધને કારણે, હાર્દિક 2025 ના તબક્કાની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પહેલી મેચ રમી શક્યો નહીં. આ મેચમાં 43 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ રમ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ તેની કારકિર્દીની છેલ્લી સીઝન હોઈ શકે છે. મુંબઈ છેલ્લી 5 મેચમાં ખરાબ રીતે હાર્યું હતું.
જો આપણે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની છેલ્લી પાંચ મેચની વાત કરીએ, તો ચેન્નાઈની ટીમનો હાથ ઉપર રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, CSK ટીમે 5 માંથી 4 મેચ જીતી છે. જ્યારે મુંબઈને માત્ર એક જ મેચમાં સફળતા મળી છે. ચેન્નાઈની ટીમ 2023 સીઝન પછી મુંબઈ સામે કોઈ મેચ હાર્યું નથી. મુંબઈને છેલ્લી સફળતા 12મે 2022ના રોજ મળી હતી.
મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૮ આઈપીએલ મેચ રમાઈ છે. આમાં, મુંબઈએ સૌથી વધુ 20 મેચ જીતી છે. જ્યારે ચેન્નાઈને 18માં સફળતા મળી છે. આ રીતે, એકંદર રેકોર્ડમાં મુંબઈનો હાથ ઉપર છે.
મુંબઈ વિ ચેન્નાઈ એકબીજા સામે
કુલ મેચ: 38
મુંબઈ જીત્યું: 20
ચેન્નાઈ જીત્યું: 18
આ પણ વાંચો: IPL 2025: અમદાવાદના મેચોની ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ, ગુજરાત ટાઇટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ
આ પણ વાંચો: T20 નિવૃત્તિ અને ટેસ્ટમાંથી નિવૃત્તિનો યુ-ટર્ન, IPL 2025 પહેલા વિરાટ કોહલીએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
આ પણ વાંચો: IPL 2025 માટે તમામ 10 ટીમોના કેપ્ટનની પુષ્ટિ , 5 ટીમો નવા કેપ્ટનો સાથે રમશે