અમદાવાદમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થતા ગુજરાતભરમાં ચકચાર વ્યાપી ગયો છે. CID ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાંથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ફક્ત નેટવર્ક જ નહી પણ ગ્રાઉન્ડ લેવાલ પર ઉમદાકામગીરી કરી CID ક્રાઈમ બ્રાંચે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી 32 બાળકોને આતાતાઇયોનાં ચંગુલમાંથી મુક્ત પણ કરાવ્યા છે.
CID ક્રાઈમ બ્રાંચ અને વિવિધ એજન્સીની સંયુક્ત કામગીરીને કારણે ગુજરાતમાંથી લઇ જતા 32 જેટલા બાળકોને નર્કાગાર માંથી ઉગારી લેવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મુક્ત કરાયેલ બાળકોમાં 15 થી 17 વર્ષના બાળકો હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ ગરીબ બાળકોને બિહારથી બાળ મજૂરી માટે અમદાવાદ લવાયા હોવાનું પ્રાથમીક તપાસમાંથી સામે આવી રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે સઘન તપાસ દેશભરમાં ફેલાયેલા ચાઈલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થાય તેવું પણ પ્રતિત થઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
