Surat News/ સુરતના કાપોદ્રામાં પરિણીતા પર ગેંગરેપનો આરોપ, પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિણીતાની સાથે પતિ અને તેના મિત્રોએ મળીને સામૂહિક દુષ્કર્મ (Gang rape) આચર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. પોલીસે પતિ સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
Love marriage બાદ Gang rape:પતિએ પત્નીને મિત્રોના હવાલે કરી!

Surat News: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્ન (Love marriage) કરનાર એક પરિણીતાની સાથે તેના જ પતિ અને તેના મિત્રોએ મળીને સામૂહિક દુષ્કર્મ (Gang rape) આચર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. કાપોદ્રા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે પતિ સહિત ચાર આરોપીઓ સામે ગેંગરેપનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

Love marriage બાદ સામે આવ્યું Gang rape ભયાનક સત્ય

પોલીસ ફરિયાદ મુજબ 25 વર્ષીય પરિણીતા મૂળ અમરેલી જિલ્લાના બગસરાની રહેવાસી છે. તેણે પ્રેમસબંધ બાદ એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સુરતના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણ નગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. તેના સાથે કામ કરતા અજય, જગો અને ચિરાગ નામના ત્રણ મિત્રો અવારનવાર તેમના ઘરે આવતા અને ત્યાં જ રોકાતા હતા.

Gang rape

દારૂની મહેફિલ પછી ઘટનાનો આરોપ

પીડિતાના જણાવ્યા મુજબ મે 2025ની એક રાત્રે પતિ અને તેના ત્રણ મિત્રોએ ઘરમાં દારૂની મહેફિલ કરી હતી. નશાની હાલતમાં પતિ અને તેના મિત્રોએ ગાળાગાળી કરી અને મારઝૂડ શરૂ કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ત્યારબાદ ત્રણેય મિત્રોએ પતિની હાજરીમાં પરિણીતાની સાથે વારાફરતી દુષ્કર્મ (Gang rape) આચર્યું, જ્યારે પતિ પણ આ ઘટનામાં સંડોવાયેલો હતો. ઘટના બાદ આરોપીઓએ પીડિતાને ધમકી આપી હતી કે જો તેણે કોઈને વાત કરી તો તેની સાથે ગંભીર પરિણામ થશે.

લાંબા સમય સુધી સહન કર્યા અત્યાચાર

પીડિતાના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ પણ પતિ દ્વારા અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ (Gang rape) બાંધવા દબાણ કરવામાં આવતું હતું. સમાજના ડર અને પરિસ્થિતિને કારણે પીડિતા લાંબા સમય સુધી મૌન રહી. આખરે કંટાળીને તેણે ઘર છોડ્યું અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી.

ત્રણ આરોપીની ધરપકડ, એક ફરાર

કાપોદ્રા પોલીસે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને મેડિકલ તપાસ સહિતના પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી છે અને પતિ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આરોપીઓને કડક સજા થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં ચોંકાવનારી ઘટના, બુટલેગરે પત્ની પર આચર્યો ગેંગરેપ પછી…

આ પણ વાંચો:સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ગેંગરેપ-લૂંટ કેસના બે આરોપીને ભાવનગરથી પકડયા

આ પણ વાંચો:સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ કેસમાં આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર, વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાશે