Not Set/ સુરત/ મનપાનું હદ વિસ્તરણ મુલતવી, જાણો કેમ મુલતવી રાખવામાં આવ્યું …?

છેલ્લા કેટલાંય દિવસોથી સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તરણ ને લઈને વાત ઘાટો ચાલતી હતી. સુરત મનપામાં 22 ગામો અને 2 નગરપાલિકાને સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે લાવવામાં આવી હતી. પરંતુ આજે સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરની હદ વિસ્તરણને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં […]

Gujarat Surat

છેલ્લા કેટલાંય દિવસોથી સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તરણ ને લઈને વાત ઘાટો ચાલતી હતી. સુરત મનપામાં 22 ગામો અને 2 નગરપાલિકાને સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે લાવવામાં આવી હતી.

પરંતુ આજે સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરની હદ વિસ્તરણને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે હદ વિસ્તરણનું કામ મુલત્વી રાખવા આવ્યું છે. સુરત મનપામાં 22 ગામો અને 2 નગરપાલિકાને સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે લાવવામાં આવી હતી. જોકે હદ વિસ્તરણને લઈને પહેલાથી જ આસપાસના ગામોનો વિરોધ જોતા સંમતિ ન મળતા આજે  કામ મુલત્વી રાખવામાં આવ્યું છે.

શહેરની હદ વિસ્તરણમાં ભાઠા અને કામરેજ સહિતના આસપાસના ગામોનો વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે હવે નવા ઠરાવ બાબતે ફરીવાર જે તે ગામો સાથે સંકલન કરીને ચર્ચા કર્યા બાદ નવો નિર્ણય લેવાશે.પરંતુ હાલ પૂરતું આ હદ વિસ્તરણનું કર્યા મુલતવી રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.