Health Care/ શું ખોરાક ખાધા પછી પેટમાં ગેસ બની જાય છે? આ મુખવાસ ખાવાથી મળશે રાહત!

જેનાથી રાહત મેળવવા માટે લોકો ગેસ કે અપચાની દવાનું સેવન કરે છે.

Trending Health & Fitness Lifestyle

Health News: ખોરાક ખાધા પછી તમને વારંવાર પેટમાં ગેસ (Gas) થાય છે. આ 3 મુખવાસ ખાવાથી પેટના ગેસથી રાહત મળી શકે છે. કહેવાય છે કે શરીરમાં મોટાભાગના રોગ થવા પાછળનું કારણ તેની પેટની સમસ્યા હોય છે. પેટ (Stomach) ખરાબ થવાના કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. આજકાલ કેટલાક લોકો પેટમાં ગેસ બનવાની સમસ્યાથી હેરાન થતા રહે છે. ખોરાક ખાધા પછી તરત જ પેટમાં ગેસ બનવા લાગે છે, જેનાથી રાહત મેળવવા માટે લોકો ગેસ કે અપચાની દવાનું સેવન કરે છે. પરંતુ તેનું નિયમિત સેવન કરવાથી આંતરડા (Intestine) પર ગંભીર અસર પડે છે. જો તમને ભોજન (Food) કર્યા પછી પેટમાં ગેસ બનવાની સમસ્યા ઉદ્ભવતી હોય તો તમે આ મુખવાસ ખાઈ શકો છો.

Gas in stomach: Symptoms, causes, and treatments

અજમો, જીરું અને વરિયાળીનું સેવન

અજમો, જીરું અને વરિયાળીનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થઇ શકે છે. આ ત્રણેય મુખવાસ પાચનક્રિયા (Digestion System) મજબૂત કરે છે. જમ્યા પછી આ મુખવાસ ખાવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

અજમો ખાવાના ફાયદા

અજમામાં ઘણા પોષકતત્વો (Nutrition) રહેલા હોય છે જે પાચનને સારૂ બનાવે છે. અજમાનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. અજમામાં બળતરા વિરોધી, એન્ટિ-સ્પેસ્મોડિક ગુણધર્મો જોવા મળે છે જે પેટના સોજાને ઘટાડી શકે છે. અજમો ખાવાથી પેટનું ઇન્ફેકશન (Infection) દૂર થાય છે.

Ajwain Kori Green | Carom Seeds

જીરું ખાવાના ફાયદા

જીરામાં થાઇમોલ જોવા મળે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જીરાનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. જીરામાં એન્ટી-ફ્લેટ્યુલેન્સ ગુણ જોવા મળે છે જે પેટનું ફૂલવું, જેવી સમસ્યાને દૂર કરી શકે છે.

Cumin: 6 health benefits

વરિયાળીના ફાયદા

વરિયાળીનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલ ગંદકી સાફ થઇ જાય છે. વરિયાળીનું સેવન કરવાથી આંતરડાને રાહત મળે છે, જે આંતરડાને મજબૂત બનાવે છે અને પેટનું ફૂલવાની સમસ્યાને દૂર કરી શકે છે.

Health Benefits of Sauf also called Fennel Green (saunf)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પેટમાં વારંવાર ગેસની હોય સમસ્યા, આ 4 Drinks રહેશે વધુ અસરકારક

આ પણ વાંચો:નવરાત્રિમાં ઉપવાસ દરમ્યાન પેટની સમસ્યામાં અજમાવો આ ઉપાય

આ પણ વાંચો:એસિડીટીની સમસ્યાથી પીડાઓ છો? મસાલા ચૂર્ણ ખાઓ અને પેટની બળતરા શાંત કરો