World News/ નાઇજીરિયામાં આતંકવાદી હિંસા શિખરે, ક્વારા રાજ્યમાં 200 નિર્દોષોના મોત

ભાગવાનો પ્રયાસ કરતા લોકો પર પણ હુમલો (Brutal Attack) કર્યો. અનેક પરિવારોએ બધા સભ્યો ગુમાવ્યા છે.

international World Trending

Nigeria News:  પશ્ચિમ નાઇજીરિયા (Nigeria)ના ક્વારા (Kwara)રાજ્યમાં આવેલા વોરો (Woro) અને નુકુ (Nuku)નામના બે ગામોમાં મંગળવારે સાંજે IS (ઇસ્લામિક સ્ટેટ) સાથે જોડાયેલા આતંકવાદીઓ (Terrorists)એ કરેલા ક્રૂર હુમલા (Brutal Attack)માં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. આ હુમલો છેલ્લા કેટલાક મહિનાઓમાં નાઇજીરિયા (Nigeria)માં થયેલા સૌથી ઘાતક આતંકવાદી (Terrorist) હુમલાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

Nigeria ક્રૂર હુમલા (Brutal Attack)માં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે.

 

હુમલા (Brutal Attack)ની ભયાનકતા

સ્થાનિક સૂત્રો અને બચાવ સંસ્થાઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ (Terrorists)એ સાંજના સમયે ગામમાં ઘુસીને ઘરોને આગ ચાંપી, અંધાધૂંધ ગોળીબાર (shooting) કર્યો અને ભાગવાનો પ્રયાસ કરતા લોકો પર પણ હુમલો (Brutal Attack) કર્યો. અનેક પરિવારોએ બધા સભ્યો ગુમાવ્યા છે. ઘણા મૃતદેહો એટલા બળીને ખાખ થઈ ગયા છે કે ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.

‘લકુરાવા’ જૂથની ભૂમિકા

સ્થાનિક સાંસદ મોહમ્મદ ઉમર બાયોએ જણાવ્યું કે આ નરસંહાર ‘લકુરાવા’ નામના સશસ્ત્ર જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. આ જૂથ કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલું હોવાનું મનાઈ રહ્યું છે. આ જૂથ છેલ્લા કેટલાક સમયથી નાઇજીરિયા (Nigeria)માં સુરક્ષા દળો (Brutal Attack) સામે બદલો લેવા માટે નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.

Nigeria ક્રૂર હુમલા (Brutal Attack)માં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે.

રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીઓ

રેડ ક્રોસના અધિકારીઓએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારો અત્યંત દુર્ગમ છે.

રાજ્યની રાજધાનીથી લગભગ આઠ કલાકનું અંતર

નબળી રોડ કનેક્ટિવિટી

બેનિન સરહદની નજીક હોવાથી સુરક્ષા જોખમ

આ તમામ કારણોસર બચાવ અને રાહત કામગીરીમાં ભારે અડચણો (Brutal Attack)આવી રહી છે. ઘણા ઘાયલ લોકોને હજુ સુધી યોગ્ય સારવાર મળી શકી નથી.

રાજ્ય સરકારની પ્રતિક્રિયા

ક્વારા રાજ્યના ગવર્નર અબ્દુલ રહેમાન અબ્દુલ રઝાકએ આ હુમલાને “નિરાશાનું કાયરતાપૂર્ણ કૃત્ય” ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનના જવાબમાં આતંકીઓએ આ હુમલો(Brutal Attack) કર્યો છે. ગવર્નરે કેન્દ્ર સરકાર પાસે વધુ સૈન્ય અને સુરક્ષા સહાયની માગ કરી છે.


આ પણ વાંચોઃનાઈજીરિયા: જેહાદીઓ પર મહિલાઓના અપહરણનો આક્ષેપ, ISWAPના બળવાખોરોના હુમલા બાદ 47 મહિલાઓ થઈ ગુમ

આ પણ વાંચોઃનાઈજીરિયામાં ભયાનક હિંસા, સશસ્ત્ર જૂથોના હુમલામાં 160 લોકોના મોત

આ પણ વાંચોઃનાઈજીરિયામાં ISISનો કહેર,20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને કરી હત્યા,જાણો