Surat News: સુરતમાં ફરી એક વાર MD ડ્રગ મળ્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાની 65.430 ગ્રામ MD ડ્રગ્સ (MD Drugs) સાથે ધરપકડ કરી છે. તે મુંબઈથી સુરત ડ્રગ્સ વેચવા માટે આવી હતી. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ડ્રગ્સ કોના માટે હતા તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે અને તે કેટલા સમયથી મુંબઈથી સુરત ડ્રગ્સનું પરિવહન કરી રહી હતી તે અંગે પૂછપરછ શરૂ કરી છે.

MD Drugs ઉપરાંત ₹41 લાખનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલે મંગળવારે રાત્રે સુરતના ડિંડોલીમાં રીજન્ટ પ્લાઝા ખાતેના એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો અને 32 લાખ રૂપિયાના MD ડ્રગ્સ (MD Drugs) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રાજસ્થાનના વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે. MD ડ્રગ્સ ઉપરાંત, પોલીસે રોકડ, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ 41 લાખ રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. મોનિટરિંગ સેલે MD ડ્રગ્સ (MD Drugs)ના મુખ્ય સપ્લાયર ઓમ પ્રકાશ રૂપારામ જાટ અને તેના સહયોગીઓ મહેન્દ્ર સોહનલાલ જોશી અને શૈલ સિંહ હાથીસિંહ પુરોહિતની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન, રાજસ્થાનના અમિત કાબા, રાજેશ પાટીદાર અને કંવરપાલ સિંહના નામ પણ સામે આવ્યા છે, જેઓ હાલમાં ફરાર છે.
આ પણ વાંચો:સુરતના સચિન ચેકપોસ્ટ નજીક ટેમ્પો પલટતા યુવતીનું મોત, 14 ઇજાગ્રસ્ત
આ પણ વાંચો:Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું
