Surat News/ સુરતના પોલારિસ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ‘બ્લુ ક્રિસ્ટલ’ MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરીનો પર્દાફાશ!

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં SOGએ ખાનગી ફાર્મા લેબમાં ચાલતી હાઈ-પ્યુરિટી બ્લુ ક્રિસ્ટલ MD ડ્રગ્સ (Drugs)ની ગેરકાયદે મિની ફેક્ટરી પકડી.

Top Stories Gujarat Surat Breaking News
Drugs

Surat News:સુરતમાં ‘ડ્રગ-ફ્રી સુરત’ના દાવા વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક ચોંકાવનારી કાર્યવાહીમાં પર્વત પાટિયા વિસ્તારના પોલારિસ શોપિંગ સેન્ટરમાં આવેલી ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરીની અંદર હાઈ-પ્યુરિટી ‘બ્લુ ક્રિસ્ટલ’ મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ગેરકાયદે મિની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ રેકેટમાં લંડનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડનો સીધો હાથ હોવાનું સામે આવ્યું છે.પોલીસે આ કેસમાં સિનિયર કેમિસ્ટ બ્રિજેશ વ્રજલાલ ભાલોદિયા, ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે ભાણો લાઠીયા નામના બે ટ્રાફિકર્સ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. લેબની માલિક ઈશા અણઘણએ પણ પોલીસ (Police) સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું છે.

આ સમગ્ર કાર્યવાહીની કડી 1 જાન્યુઆરી, 2026ના રોજ અમરોલી છાપરાભાઠા વિસ્તારમાંથી 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સ  (Drugs)સાથે ઝડપી પાડવાથી મળી હતી. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી કે આ ડ્રગ્સ બહારના રાજ્યમાંથી નહીં, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબમાં તૈયાર થઈ રહ્યા છે.આ માહિતીના આધારે SOGની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરી અને તાર પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ મોલ સુધી પહોંચ્યા. અહીં ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા લેબમાં મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો.

MD ડ્રગ્સ (Drugs) બનાવવા માટે વપરાતા સાધનો મળી આવ્યા

આ દરોડામાં 16.950 હાઈ-પ્યુરિટી બ્લુ ક્રિસ્ટલ મેફેડ્રોન (MD),ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ્સ ડિજિટલ, વેઇંગ મશીન અને અન્ય આધુનિક સાધનો મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 2.92 લાખ હતી.પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં આ લેબમાંથી 5 કિલો કરતાં વધુ સિન્થેટિક ડ્રગ્સ (Drugs) તૈયાર કરીને ગોવા, મુંબઈ, અમદાવાદ અને સુરતની હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં સપ્લાય કરવામાં આવ્યા હતા.

મુખ્ય આરોપી બ્રિજેશલાલ ભાલોદિયા M.Sc.ધરાવે છે અને એક જાણીતી કેમિકલ કંપનીમાં સિનિયર લેબ ટેક્નિશિયન તરીકે કામ કરે છે. તેની માસિક સેલરી માત્ર 30 હજાર રૂપિયા હતી. ફોરેક્સ ટ્રેડિંગમાં 3 લાખ રૂપિયાનું નુકસાન થતાં તે દેવામાં ડૂબી ગયો હતો.આ આર્થિક તંગીનો લાભ લઈને લંડનમાં રહેતા તેના જૂના મિત્ર જનક જાગાણીએ તેને MD ડ્રગ્સ (Drugs) બનાવવા માટે લલચાવ્યો. જનકે લેબની માલિક ઈશા અણઘણને એવું કહીને મનાવી લીધું કે બ્રિજેશ “ફ્યુલ મશીનરી પર રિસર્ચ” કરી રહ્યો છે.ઈશા દિલ્હી એક્ઝિબિશનમાં ગઈ હતી ત્યારે બ્રિજેશે માત્ર 7×12 ફૂટની નાની જગ્યામાં મિની ફેક્ટરી ઊભી કરી દીધી હતી.રાત્રે 9 વાગ્યા પછી બ્રિજેશ લેબમાં આવીને ડ્રગ્સ તૈયાર કરતો અને તેના સાગરીતો ખુશાલ અને ભરત તેને આગળ પહોંચાડતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સચિન ચેકપોસ્ટ નજીક ટેમ્પો પલટતા યુવતીનું મોત, 14 ઇજાગ્રસ્ત