Surat News/ સુરત એરપોર્ટ પર સિતારાઓનો જમાવડો, અમિતાભ બચ્ચન-સચિનને જોવા ચાહકો ઘેલા થયા..

સુરતમાં ISPL માટે આવેલા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), સચિન અને સૂર્યાને જોવા ચાહકોની પડાપડી. અડાજણમાં ભીડને કારણે કાચનો દરવાજો તૂટ્યો.

Gujarat Surat Trending
Amitabh Bachchan

Amitabh Bachchan in Surat: ડાયમંડ સિટી સુરતમાં આજે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને સાઉથ સુપરસ્ટાર સૂર્યાના આગમનથી ચાહકો ઘેલા બન્યા છે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સિઝન-3ના પ્રારંભ માટે સુરત પહોંચેલા આ સિતારાઓને જોવા માટે ભીડ એટલી બેકાબૂ બની હતી કે અડાજણ વિસ્તારમાં એક રેસીડેન્સીનો મેઈન કાચનો દરવાજો તૂટી પડ્યો હતો.

Amitabh Bachchanને જોવા ચાહકોની પડાપડી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સુરતમાં આવ્યા એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકો સુરત એરપોર્ટ અને અડાજણ વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. અમિતાભ બચ્ચન એરપોર્ટથી સીધા ઉદ્યોગપતિ સુનિલ શાહના અડાજણ સ્થિત ‘કાસારિવેરા રેસીડેન્સી’ ખાતે પહોંચ્યા હતા. બિગ-બીની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે ચાહકોમાં પડાપડી થઈ હતી. ભીડનું દબાણ વધતા રેસીડેન્સીનો કાચનો દરવાજો તૂટી ગયો હતો, જેનાથી થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Amitabh Bachchan

ISPL સિઝન-3નો ભવ્ય પ્રારંભ

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમમાં આજથી ISPL ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 6 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 8 ફ્રેન્ચાઈઝી વચ્ચે કુલ 44 મેચો રમાશે. આજના ઉદ્ઘાટન સમારોહમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને સૂર્યા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચે રમાનાર છે.

Amitabh Bachchan

કડક સુરક્ષા વચ્ચે સ્ટાર્સ હોટલ રવાના

રેસીડેન્સી પર ભીડ વધતા સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે અમિતાભ બચ્ચનને સુરક્ષિત રીતે ભીડમાંથી બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા. સચિન તેંડુલકર અને સૂર્યાને જોવા પણ એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સુરતીઓમાં આ સેલેબ્રિટીઝને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિતાભ બચ્ચને અયોધ્યામાં ચોથી મિલકત ખરીદી, રિયલ એસ્ટેટ મિલકતો ખરીદી રહ્યા છે

આ પણ વાંચો:અમિતાભ બચ્ચનના જમાઈ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ,નિખિલ નંદા સહિત નવ લોકો સામે કાર્યવાહી

આ પણ વાંચો:“એન્ગ્રી યંગ મેન” અમિતાભ બચ્ચનના આજે 81મા જન્મદિવસે જાણો તેમની 5 આઈકોનિક ફિલ્મ