Lifestyle/ શિયાળામાં ફટાફટ બનાવો આમલીની ખાટી-મીઠી ચટણી…ઇમ્યૂનિટી બૂસ્ટર રેસિપી..!

Imli Chutney (આમલીની ચટણી) બનાવીને મહિનાઓ સુધી વાપરી શકાય છે અને વિવિધ વાનગીઓ જેવી કે પાણીપુરી, સમોસા, સેન્ડવીચ વગેરે સાથે મજા માણી…

Trending Food Health & Fitness Lifestyle
આમલી, ચટણી, Imli Chutney, શિયાળા, રેસિપી

Lifestyle: નામ સાંભળતા વેંત મોંમાં પાણી આવે એવી આમલીની ચટણી (Imli Chutney) કોને ન ભાવે? દરેક ફરસાણમાં એનો સાથ મળવાથી સ્વાદ ઓર વધી જાય છે અને ખાવાની મજા પડી જાય છે!

આમલીની ચટણી હૅલ્થ માટે અત્યંત ગુણકારી

શિયાળાની ઋતુ (Winter Season)માં શરદી-ખાંસી (Cold-Cough)નું જોખમ ઘણું જ વધી જાય છે. આ ઉપરાંત, આ મોસમમાં તીખી-મીઠી વસ્તુઓ ખાવાની ક્રેવિંગ થાય છે. આ ઠંડી ઋતુમાં દરેક ઘરમાં તરેહ-તરેહની ચટણીઓ બનાવવામાં આવે છે, તીખી ચટણીને બેલેન્સ કરવા વાનગીઓની સાથે ગળી ચટણી (Imli Chutney) પણ પીરસવામાં આવે છે અને જો એ ઘરે જ હૅલ્ધી રીતે બનાવવામાં આવેલી હોય તો અતિ ઉત્તમ! એના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.

આમલી, ચટણી, Imli Chutney, શિયાળા, રેસિપી

શું તમે જાણો છો કે હૅલ્ધી (Healthy) ગણાતી આમલીનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ ઘટે છે. આમલી (Tamarind)ને અનેક વ્યંજન-વાનગીઓમાં ઉમેરીને એનો આસ્વાદ માણી શકાય છે, જેમ કે સાંભાર, રસમ, પાણીપુરી (Sambhar, Rasam, Panipuri) વગેરે….પરંતુ આ સૌથી સરળ રેસિપી (Recipe) છે જેને ફૉલો કરીને એક જ વારમાં ઘણી બધી આમલીની ચટણી (Imli Chutney) બનાવીને એને મહિનાઓ સુધી વાપરી શકાય છે.

ફરસાણનો સ્વાદ વધારતી ખાટી-મીઠી ચટણી

શિયાળામાં ફરસાણનો સ્વાદ વધારવા માટે લોકો ભાત-ભાતના પ્રયોગો કરતા હોય છે અને એમાં વધારો કરશે આજની રેસિપી (Recipe)…આમલીની ચટણી …આ ખાટી-મીઠી ચટણીનો સ્વાદ તમે ભૂલી નહિં શકો! તમામ ફરસાણ સાથે એને ખાવાથી લિજ્જત આવે છે અને જમણનો સ્વાદ વધારે છે!

જો ફરસાણ સાથે ચટણી (Imli Chutney) પીરસવામાં આવે તો ખાવાની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે ખાટું મીઠું વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે આમલીની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી  બતાવવા જઇ રહ્યાં છીએ.

શી રીતે બનાવશો આમલીની ચટણી (How to Make Imli Chutney)?

આમલીની ચટણી બનાવવા માટે તમને આ સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

આમલી, ચટણી, Imli Chutney, શિયાળા, રેસિપી

સામગ્રી

બીજ વિનાની આમલી 100 ગ્રામ

સમારેલો ગોળ 200 ગ્રામ

ખાંડ 2 મોટી ચમચી

મીઠું સ્વાદાનુસાર

શેકેલા જીરાનો પાવડર 1 નાની ચમચી

લાલ મરચું 1 નાની ચમચી

સૂંઠ પાવડર 1 નાની ચમચી

ગરમ મસાલો 1/2 નાની ચમચી

તેલ 1 નાની ચમચી

હીંગ 1 ચમચી

આમલી, ચટણી, Imli Chutney, શિયાળા, રેસિપી

બનાવવાની વિધિ

1. આમલીને 1 કપ ગરમ પાણીમાં 30 મિનિટ સુધી પલાળી રાખો.

2. જ્યારે એ નરમ થઇ જાય ત્યારે એને હાથ વડે મસળી લો અને પછી ગળણી વડે ગાળીને એને તમામ પલ્પ કાઢી લો.

3. એક તાવડીમાં 1 ચમચી તેલ ગરમ કરવું અને એમાં હીંગ ઉમેરવી.

4. હવે તેમાં મધ્યમ તાપે ઉકળવા દો.

5. જ્યારે આ પલ્પ ઉકળી જાય તો એમાં સમારેલો ગોળ અને ખાંડ (Jaggery & Sugar) ઉમેરો. એ ઓગળે ત્યાં સુધી એને સારી રીતે હલાવતા રહો.

6. હવે એમાં સંચળ, સિંધાલૂણ, લાલ મરચું, સૂંઠ પાવડર (Ginger Powder), શેકેલો જીરા પાવડર તથા ગરમ મસાલો ઉમેરો.

7. લગભગ 8 થી 10 મિનિટ સુધી આ ચટણીને ધીમા તાપે ઉકળવા દો અને ઘટ્ટ થવા દો.

8. હવે જો તમે જો માર્કેટમાં મળતી ચટણી જેવો અદ્દલ લુક આપવા માગતા હો તો એમાં થોડા તરબૂચના બીજ કે કિશમિશ (Watermelon seeds or Raisins) ઉમેરી દો.

9. આ ચટણીને પૂરી ઠંડી થાય ત્યાર બાદ કાચના જારમાં ભરીને ફ્રિઝમાં સ્ટોર કરી રાખવી.

આ મજેદાર ખાટી-મીઠી આમલીની ચટણી (Imli Chutney) 3 થી 4 મહિના સુધી ખરાબ નહિં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!