Not Set/ દિલ્લી : ભાઈ બન્યો હેવાન, બહેનને ૨ વર્ષ સુધી ઘરમાં પૂરી રાખી, ૪ દિવસે એક બ્રેડનો ટુકડો આપતો હતો ખાવા

નવી દિલ્લી દેશની રાજધાની દિલ્લીમાં રુંવાડા ઉભા કરીદે તેવી ઘટના સામે આવી છે. દિલ્લી મહિલા આયોગે મંગળવારે ઉત્તર દિલ્લીમાં રોહિણી શહેરમાં એક ૫૦ વર્ષીય મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 50 year old woman tortured, starved & held captive by own brother for 2 years. When we rescued her from terrace, she was lying in her […]

Top Stories India Trending

નવી દિલ્લી

દેશની રાજધાની દિલ્લીમાં રુંવાડા ઉભા કરીદે તેવી ઘટના સામે આવી છે. દિલ્લી મહિલા આયોગે મંગળવારે ઉત્તર દિલ્લીમાં રોહિણી શહેરમાં એક ૫૦ વર્ષીય મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

છેલ્લા ૨ વર્ષથી તેના સગા ભાઈએ તેને ઘરમાં કેદ કરી રાખી હતી અને ખાવા માટે પણ ૪ દિવસે એક બ્રેડ આપતો હતો. ૨ વર્ષથી આ મહિલાને ધાબા પર મરવા માટે છોડી દીધી હતી. આ મહિલા જ્યાં રહેતી હતી ત્યાજ ટોઇલેટ જવા મજબૂર હતી.

મંગળવારે જયારે મહિલા આયોગની ટીમ રોહિણી શહેરમાં તેના ઘરે પહોચી ત્યારે તેના ભાઈ અને ભાભીએ પહેલા દરવાજો ખોલવાની ના પડી હતી. ત્યારબાદ પોલીસની ટીમે પાડોશીના ધાબા પરથી ચડીને આ મહિલાને છોડાવી હતી. પોલીસ જયારે પહોચી ત્યારે આ મહિલા ધાબા પર ગંદકીમાં પડી હતી જ્યાં કોઈ રૂમ કે ટોઇલેટની વ્યવસ્થા નથી. તેના ભાઈ અને ભાભી તેને ધાબા પર રહેવા માટે મજબુર કરતા હતા.

https://twitter.com/bhushan8360/status/1042290244496891909

જયારે મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે તે ઘરમાં જમીન પર પડેલી હતી.

Image result for dilli brother captive her sister for 2 year

દિલ્લી મહિલા આયોગની પ્રમુખ સ્વાતિ માલીવાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી જણાવ્યું હતું કે આ મહિલાની ઉંમર માત્ર ૫૦ વર્ષ જ છે તેમ છતાં હાલ તેની હાલત એવી થઇ ગઈ છે કે તે ૯૦ વર્ષની લાગે છે.

ભૂખના લીધે આ મહિલાના હાડકા કમજોર થઇ ગયા છે. વધુ દુઃખની વાત તો એ છે કે આટલો ભાઈ-ભાભી આ મહિલા પર આટલો બધો જુલ્મ કરતા હોવા છતાં કોઈ પાડોશીએ પણ પોલીસને જાણ નહોતી કરી. સ્વાતિ માલીવારે લોકોને વિંનતી કરી છે કે જો આવો કોઈ પણ મામલો તમને જોવા મળે તો પોલીસને જાણ કરે.

આ મામલે જયારે પીડિત મહિલાના બીજા ભાઈને ખબર પડી ત્યારે તેણે દિલ્લી મહિલા આયોગના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને માહિતી આપી હતી. તેના ભાઈએ ફોન પર કીધું હતું કે તેની બહેન માનસિક બીમારીથી પીડાઈ રહી છે અને તેના ભાઈએ તેને બંદી બનાવી દીધી છે.