Not Set/ પ્રાંતિજ : શૌચાલયની છત ધરાશાયી, બે વિદ્યાર્થીને ગંભીર ઇજા

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ પ્રકાશ કેળવણી મંડળ સંચાલીત ધી આદર્શ વિધાલયમા શૌચાલયની છત ધરાશાયી થઇ હતી. ધોરણ દશમા અભ્યાસ કરતા વિદ્યાર્થી રાવળ વિષ્ણુભાઇ સુરેશભાઇ ઉપર છત પડતા છત નીચે દટાયો હતો. તો બુમાબુમ થતાં ત્રણ વિદ્યાર્થી મિત્રો દ્વારા તેને બચાવવા જતાં ધોરણ- નવના વિદ્યાર્થી રાઠોડ કિશનસિંહ અગુસિંહના પગ ઉપર છત પડતાં તેને પગે ઇજાઓ […]

Top Stories Gujarat

પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ પ્રકાશ કેળવણી મંડળ સંચાલીત ધી આદર્શ વિધાલયમા શૌચાલયની છત ધરાશાયી થઇ હતી. ધોરણ દશમા અભ્યાસ કરતા વિદ્યાર્થી રાવળ વિષ્ણુભાઇ સુરેશભાઇ ઉપર છત પડતા છત નીચે દટાયો હતો.

તો બુમાબુમ થતાં ત્રણ વિદ્યાર્થી મિત્રો દ્વારા તેને બચાવવા જતાં ધોરણ- નવના વિદ્યાર્થી રાઠોડ કિશનસિંહ અગુસિંહના પગ ઉપર છત પડતાં તેને પગે ઇજાઓ થતાં ફેકચર થયું હતું.

છત નીચે દટાયેલ વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા ઓ પહોચતા તેને 108 દ્વારા હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો તો હિંમતનગર થી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો