સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાનાં 437 ગામમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ભાવનગર જિલ્લાનું અને શહેર નજીક આવેલું અવાણીયા ગામ કે જ્યાં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એકવાર જ ચૂંટણી યોજાઇ છે.
- ચૂંટણીનો ચકરાવો
- ભાવનગરનું અવાણિયા ગામ છે સમરસ ગામ
- 3200 લોકોની વસ્તી ધરાવતું ગામ છે સમરસ
- સાથે મળીને લોકોએ કર્યો છે ગામનો વિકાસ
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું અને શહેર નજીક આવેલું અવાણિયા ગામની વાત કરીએ તો અહીં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એકવાર ગ્રામપંચાયતની ચૂંટણી યોજાય છે. બાકીની તમામ ચૂંટણીઓમાં સમરસ જાહેર થઈ છે. અવાર નવાર સમરસ ચૂંટણી જાહેર કરીને ગામે લોકોને સમક્ષ ગામની એક્તાને ઉજાગર કરી છે..
1825 પુરુષો અને 1375 મહિલાઓના મતદાન ધરાવતું અવાણિયા કે જ્યાં પ્રાથમિક શાળાઓના સારા બિલ્ડીંગો, લાઈબ્રેરી, ગ્રામ પંચાયતનું પાક્કું બિલ્ડીંગ, આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે. ગ્રામજનોની કુનેહ અને ભાઈચારાની ભાવનાથી અહીં દર પાંચ વર્ષે ગ્રામપંચાયતની ચૂંટણીઓ આવે છે પણ ગામનો એકરસ થઈ તેને સમરસ બનાવી દે છે.
યુવાઓના દેશમાં હવે આ ગામના લોકોએ ગામનું સુકાન યુવાઓને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી યુવાઓની ટીમ ચૂંટણીમાં ઝંપલાવી વિકાસને વધુ વેગ આપશે. આ ચૂંટણીમાં પણ ગામના વડીલો અને યુવાઓ એક થઇ ફરી સમરસ જાહેર થાય તે દિશામાં કાર્ય કરી રહયા છે.
Viral Video / શિવસેના નેતા સંજય રાઉતે NCP નેતા સુપ્રિયા સુલે સાથે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ
ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે
Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?
લગ્ન હજો મંગલમ / લગ્ન કરવા બન્યા મોંઘા, ગોર મહારાજ પણ ઉઘરાવી રહ્યા છે તગડી દક્ષિણા
