બોર્ડરવિંગ હોમગાર્ડસ કચેરી ભુજ ખાતે ફરજ બજાવતા નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર મનીષકુમાર નવીનચંદ્ર ત્રિવેદી અને હવાલદાર રાજેશગર વલમગર ગુસાઈને મહામહિમ રાષ્ટ્રપતિ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરી છે.
બોર્ડરવિંગ હોમગાર્ડ ભુજ ખાતે નાયબ મિકેનિકલ તરીકે ફરજ પર જોડાયેલ મનીષકુમાર નવીનચંદ્ર ત્રિવેદીએ ઉત્તરોતર બઢ્તી મળતા નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ એ કાયદો અને વ્યવસ્થાની અને જેલ સુરક્ષાની ફરજ તેમજ રાજ્ય અને રાજ્ય બહારની ચૂંટણી ફરજ બજાવી ચુક્યા છે. હાલમાં તેઓ પ્રતિનિયુક્તિ પર હોમગાર્ડ હેડ્ક્વાટર્સ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે.
બોર્ડરવિંગ હોમગાર્ડ ભુજ ખાતે હવલદાર તરીકે જોડાયેલા રાજેશગર વલમગર ગુસાઈએ કચેરી ખાતે તાલીમ મેળવી હતી. તેમજ બોર્ડર ડ્યુટી કાયદો અને વ્યવસ્થા અને જેલ સુરક્ષાની ફરજો તેમજ રાજ્ય અને રાજ્ય બહારની ચૂંટણી ફરજ બજાવી ચુક્યા છે. હાલમાં તેઓ સી કંપની ખાતે CHM તરીકે એમની ફરજ બજાવી રહ્યા છે. આ બંને કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિનો ચંદ્રક લાંબી અને પ્રશંસનીય કામગીરી માટે જાહેર કરવામાં આવ્યો છે એમ પોલીસ અધિક્ષક ભુજ અને ઈન્ચાર્જ બટાલિયન કમાન્ડન્ટ સૌરભસિંઘ દ્વારા જણાવાયું છે.
ફેસબુકની કાર્યવાહી / તાલિબાન પર પ્રતિબંધ, સંગઠન સાથે જોડાયેલા એકાઉન્ટ્સ ડિલીટ કરાશે
કાર ડ્રાઇવિંગ ટિપ્સ / જો તમે પણ આ રીતે વાહન ચલાવો છો, તો વધી શકે છે અકસ્માતનું જોખમ
Technology / તમે ઝૂમ પર આ રીતે વીડિયો કોલ રેકોર્ડ કરી શકો છો
વોટ્સએપ / એક જ સાથે 256 લોકોને એક જ મેસેજ મોકલો, એ પણ ગ્રુપ બનાવવાની ઝંઝટ વગર
સાવધાન! / ઓર્ડર આપ્યા વિના જ ડિલિવરીના મેસેજ આવી રહ્યા છે, અને પછી આ રીતે થાય છે ઓનલાઈન ઠગાઈ
બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા / ડાઉનલોડિંગ ફિગર 50 કરોડને પાર, હજુ તો 2 જુલાઇએ જ લોન્ચ કરવામાં આવી હતી
મેડ ઇન ઇન્ડિયા / અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે
