Not Set/ દાહોદ/ રેલ્વે વૉર્કશોપમાં આધેડનો મૃતદેહ મળતા મચી ચકચાર, લાશ પર ઘા નિશાન પણ મળ્યા

@નેહલ શાહ, મંતવ્ય ન્યૂઝ – દાહોદ  રાજ્યના છેવાડાના જીલ્લા દાહોદમાં રેલ્વેનું મોટું વર્કશોપ આવેલું છે. ત્યારે દાહોદના આ રેલવે વૉર્કશોપમાં આજે સવારે એક આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.  આ આધેડ રેલવે કર્મચારી તરીકે ત્યાં કાર્યરત અને તેમની વ્ય આશરે 55 થી 57 વર્ષની ઉંમર હોવાનું સામે આવ્યું છે. આજે સવારે તેઓ મૃત […]

Gujarat Others

@નેહલ શાહ, મંતવ્ય ન્યૂઝ – દાહોદ 

રાજ્યના છેવાડાના જીલ્લા દાહોદમાં રેલ્વેનું મોટું વર્કશોપ આવેલું છે. ત્યારે દાહોદના આ રેલવે વૉર્કશોપમાં આજે સવારે એક આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 

આ આધેડ રેલવે કર્મચારી તરીકે ત્યાં કાર્યરત અને તેમની વ્ય આશરે 55 થી 57 વર્ષની ઉંમર હોવાનું સામે આવ્યું છે. આજે સવારે તેઓ મૃત હલતમાં જોવા મળ્યા હતા. જેનાથી મૃતકના પરિવારના લોકોમાં શોકનું મોજું ફરીવળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ આધેડને રેલવેની હોસ્પિટલ ઉપર લઈ જવામાં આવ્યા હતા, ત્યાં રેલવે કર્મચારીને ડોકટરોએ ત્યાં મૃત ઘોષિત કર્યા હતા.

આ અંગે જણાવતા રેલવે ચીફ વર્કશોપ મેનેજરે કહ્યું, અમે ઘટના અંગે પોલીસ ને જાણ કરી છે અને પોલીસ આગળની તપાસ કરશે. પરંતુ સૂત્રો થી મળતી માહિતી મુજબ પરેલ દાહોદમાં ત્રણ રસ્તા પાસે રહેતા સરબજિત યાદવ નામના રેલવે કર્મચારીએ કોઈ પપ્પુ ઉર્ફે ટીટોડી નામની વ્યક્તિને રૂપિયા ઉધાર આપ્યા હતા અને તેની પરત મંગની કરતા પપ્પુએ એ આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે અધિકારીક રીતે હાલ હમણાં આ વાત ની પુષ્ટિ કોઈ કરી નથી રહ્યું. આ સમયે આધેડના પેટ ઉપર ચપ્પુના  ઘાના નિશાન છે, જેથી હત્યા થઇ હોવાની પણ આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.