Rajkot News/ રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી.જી. પટેલ બરતરફ, નિવૃત્તિના એક દિવસ પહેલા ગૃહ વિભાગનો મોટો નિર્ણય

Rajkot કન્ટ્રોલરૂમના ACP વી.જી. પટેલને નિવૃત્તિના એક દિવસ પહેલા ગૃહ વિભાગે બરતરફ કર્યા. જુગાર કેસમાં આરોપીને મદદ કરવાનો હતો આક્ષેપ.

Top Stories Gujarat Rajkot

Rajkot ACP VG Patel Dismissed: ગુજરાત પોલીસ વિભાગમાં ચકચાર મચાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. રાજકોટ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા ACP વી.જી. પટેલને નિવૃત્તિના એક દિવસ પહેલા જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. 31 તારીખે નિવૃત થનારા આ પોલીસ અધિકારી સામે જૂના કેસમાં થયેલી વિભાગીય તપાસ બાદ ગૃહ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જુગાર કેસમાં આરોપીને મદદ કરવાનો આરોપ

માહિતી મુજબ વી.જી. પટેલ જ્યારે વડોદરામાં ફરજ પર હતા ત્યારે તેમના પર જુગારના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો. આ મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો અને પુરાવાઓના આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.

Rajkot : ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં દોષિત જાહેર

લાંબા સમયથી ચાલી રહેલી વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ વી.જી. પટેલને દોષિત જાહેર થયા હતાં. સામે આવેલી વિગતોને આધારે ગૃહ વિભાગે કડક વલણ અપનાવ્યું અને તેમની નિવૃત્તિ પહેલા જ બરતરફીનો આદેશ જાહેર કર્યો હતો.


આ પણ વાંચો: રાજકોટમાં લવજેહાદનો કિસ્સો સામે આવતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: રાજકોટમાં પતિએ પત્નીને હથોડી મારી મોતને ઘાટ ઉતારી

આ પણ વાંચો: રાજકોટમાં જમીન મામલે પૌત્રએ દાદાની કરી હત્યા