Rajkot News: રાજકોટમાં લવજેહાદ(Love Jehad) નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ઓમનગર સર્કલ રહેતી યુવતીને શિકાર બનાવવામાં આવી છે. વિધર્મીએ યુવતીને શિકાર મચાવતા હોબાળો મચી ગયો છે. અફઝલ દલ નામના વિધર્મી યુવકે હિંદુ યુવતીને શિકાર બનાવતા રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. આ અફઝલ દલ નામનો યુવાન અને યુવતી બંને જોડે નોકરી કરતા હતા.

Love Jehadનો ચોંકાવનારો કિસ્સો
મુસ્લિમ યુવાન લગ્નની નોંધણી કરાવવા ગયો ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો. યુવતીના માતાપિતાએ તરત જ જ્ઞાતિના અગ્રણીઓને આ લવજેહાદ (Love Jehad)ના બનાવ અંગે જાણ કરી હતી. તેઓએ તરત જ લગ્નની અરજી રદ કરાવી હતી. આ વાતની જાણ થવાના પગલે વિશ્વ હિંદુ પરિષદ(VHP)ના આગેવાનો પણ દોડી આવ્યા હતા અને આ બનાવ સામે હોબાળો મચાવ્યો હતો. હાલમાં પીડિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. કુટુંબીજનોની માંગ છે કે તેમની પુત્રી તેમને પરત આપવામાં આવે.

ગર્ભની કોથળી કઢાવી નાખી છે તેમ કહેતા વિધર્મીએ પોત પ્રકાશ્યું
યુવતીની માતાએ જણાવ્યું હતું કે અમને અમારી દીકરી પરત જોઈએ છે. મારે તો બે દીકરી જ છે. અમારા કુટુંબનો આધાર દીકરી જ છે. આ રીતે તે મુસ્લિમને પરણીને જતી રહે તો અમારે જાવુ ક્યા. આના કારણે તો અમારે રઝળપાટ કરવાનો વારો આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું મારી દીકરી તે વિધર્મીને પરણાવવા પણ તૈયાર હતી, પરંતુ મેં તેને જણાવ્યું કે તારે એને પરણવું હોય તો ઠીક પરંતુ તેની ગર્ભાશયની કોથળી કઢાવી નાખી છે. આ સાંભળીને આ યુવાન અને તેઓની માતા તો એમ કહે છે કે જો યુવતીને કોથળી ન હોય એટલે જો તે ગર્ભ ધારણ કરી શકતી ન હોય તો પછી અમારે તેની કોઈ જરૂર નથી. તમ તમારે તેને તમારી જોડે જ રાખો.

હિંદુ યુવતીઓને ફસાવીને છોકરા પેદી કરી વેશ્યાવૃત્તિમાં ધકેલવાનું કાવતરુઃ VHP
આ સ્પષ્ટપણે બતાવે છે કે વિધર્મી યુવાનો હિંદુ છોકરીને ફક્ત છોકરા પેદા કરવા જ ફસાવે છે. તેઓનું ધ્યેય હિંદુ છોકરીઓને ફસાવીને વધુને વધુ છોકરા પેદા કરવાનું છે. વિશ્વ હિંદુ પરિષદના આગેવાન મીતાબેન સોમૈયાએ જણાવ્યું હતુ કે આ બનાવ બતાવે છે કે વિધર્મીઓ ફક્ત હિંદુ યુવતીઓને ફ્કત બાળકો પેદા કરવા જ ફસાવે છે. આ કામ થઈ ગયા પછી તે યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે.
આ પણ વાંચો: ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદના ચક્રવ્યૂહમાં? મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી
આ પણ વાંચો: લવ જેહાદ’નો આક્ષેપ, વલસાડના ધરમપુરમાં સગીરાનું અપહરણ
