ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ ભારતીય ઝડપી બોલરો સામે 183 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 64 રન બનાવ્યા હતા. તેના સિવાય બેયરસ્ટોએ 29 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યા છે. બુમરાહે 4 અને શમીએ બે વિકેટ લીધી હતી.
ભારતના બોલરોએ શાનદાર બોલિંગ કરતા ઇંગ્લીસ બેટસમેન ઘૂંટણીયે પડી ગયા હતા ,પેસ એટેકનો સામનો કરવામાં ઇંગલેન્ડના બેટસમેનો સરેઆમ નિષ્ફળ નીવડ્યા હતા, પ્રથમ દિવસે ભારતની મજબૂત સ્થિતિમાં છે.આ મેચ પર પકડ બનાવી શકે તેમ છે. પાંચ ટેસ્ટમાં આ પ્રથમ ટેસ્ટ મેચ છે જેમાં પ્રથમ દિવસનાં અંતે ઇંગલેન્ડની ટીમ 183માં સમેટાઇ ગઇ હતી.
આ ટેસ્ટ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાને પણ આ ટેસ્ટ શ્રેણી પહેલા ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સાઉધમ્પ્ટનમાં રમાઈ હતી. આ ટેસ્ટ શ્રેણી સાથે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝન પણ શરૂ થવા જઈ રહી છે.
