Gujarat News/ ગીરમાં 12 સિંહોના મોત બાદ ચિંતા વધી, CDV વાયરસનો ખતરો? MPના વાઘ પર પણ સંક્રમણનું સંકટ

Gujarat News: ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહોના સતત થતા મોત બાદ વન વિભાગ અને સિંહપ્રેમીઓમાં ચિંતા વધી ગઈ છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 12 સિંહોના મોત (Gir lion death) થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી ચિંતા ઊભી કરી છે. સાવચેતીના ભાગરૂપે 30થી વધુ સિંહોને રેસ્ક્યુ કરીને […]

Gujarat Top Stories Others Breaking News
Gir lion death: CDV વાયરસથી સિંહ અને વાઘ પર સંકટ?

Gujarat News: ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહોના સતત થતા મોત બાદ વન વિભાગ અને સિંહપ્રેમીઓમાં ચિંતા વધી ગઈ છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 12 સિંહોના મોત (Gir lion death) થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી ચિંતા ઊભી કરી છે. સાવચેતીના ભાગરૂપે 30થી વધુ સિંહોને રેસ્ક્યુ કરીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

બીજી તરફ મધ્ય પ્રદેશના કેટલાક ટાઈગર રિઝર્વમાં પણ CDV (Canine Distemper Virus) જેવા ગંભીર લક્ષણો સામે આવતા વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.

Gir lion death: CDV વાયરસને લઈને વધી ચિંતા

વન વિભાગના સૂત્રો અનુસાર કેટલાક સિંહોમાં CDV જેવા લક્ષણો જોવા મળ્યા છે. જેના કારણે વનમંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) અને સિનિયર અધિકારીઓએ માસ્ક પહેરીને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટનાને ચારથી પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં સિંહોના અંતિમ લેબોરેટરી રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જેના કારણે સિંહપ્રેમીઓમાં રહસ્ય અને ભયનો માહોલ ઉભો થયો છે.

30થી વધુ સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખાયા

વન વિભાગ દ્વારા સિંહોના રેસ્ક્યુ બાદ તેમને ખાસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. સાથે જ સિંહોના વેક્સિનેશન, ડી-ટિકિંગ, ડી-વોર્મિંગ અને સતત પેટ્રોલિંગ જેવી કામગીરી શરૂ રાખવામાં આવી છે.ખાસ કરીને પૂનમના દિવસોમાં સિંહો (Gir lion death)ની હિલચાલ અને આરોગ્ય પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

સિંહપ્રેમીઓમાં રોષ

સ્થાનિક લોકો અને સિંહપ્રેમીઓમાં સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ ગંભીર ચેપી રોગ નથી, તો આટલી મોટી સંખ્યામાં સિંહોને રેસ્ક્યુ કરવાની જરૂર શા માટે પડી રહી છે? વન વિભાગનું કહેવું છે કે અંતિમ રિપોર્ટ આવ્યા પહેલા કોઈ જોખમ લેવામાં આવી રહ્યું નથી અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

MP અને UPના વાઘમાં પણ CDVનો ખતરો

આ દરમિયાન મધ્ય પ્રદેશના કાન્હા અને બાંધવગઢ ટાઈગર રિઝર્વ તેમજ ઉત્તર પ્રદેશના દુધવા ટાઈગર રિઝર્વમાં પણ CDV વાયરસના કેસ સામે આવ્યા હોવાના અહેવાલ છે.વન્યજીવ સંસ્થાઓ IVRI અને Wildlife Institute of India દ્વારા કેટલાક વાઘના સેમ્પલમાં વાયરસની પુષ્ટિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાઘોના મોત મામલે હાઈકોર્ટમાં PIL

મધ્ય પ્રદેશના કાન્હા ટાઈગર રિઝર્વમાં વાઘોના મોતનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. મુંબઈના વકીલ સુબિત ચક્રવર્તી દ્વારા દાખલ કરાયેલી PIL બાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, NTCA અને વન વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે.

વનમંત્રી મોઢવાડિયાનો દાવો

વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને છેલ્લા ત્રણ દિવસમાં કોઈ નવા સિંહના મોત (Gir lion death) નોંધાયા નથી.તેમણે કહ્યું કે વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

જસાધાર કેર સેન્ટરના દૃશ્યો ચિંતાજનક

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં જોવા મળેલા દૃશ્યો પણ ચિંતા વધારનારા હતા. એનિમલ સ્મશાન પાસે મોટી માત્રામાં લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાએ સિંહો (Gir lion death)ના સ્વાસ્થ્ય અને મૃત્યુદર અંગે વધુ ગંભીર સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો:ગીરમાં CDV વાયરસના ખતરા વચ્ચે 7 સિંહોના કરુણ મોત, વન વિભાગમાં ભારે દોડધામ

આ પણ વાંચો:ગીરના જંગલમાં ફરી ભેદી રોગનો કહેર: CDV અને બેબસિયાથી 8થી વધુ સિંહોના મોત, વન વિભાગ હાઈ એલર્ટ પર

આ પણ વાંચો:ગૃહમાં ગાજયો સાવજોના મૃત્યુનો મુદ્દો, જાણો અત્યાર સુધી કેટલા સિંહો મોતને ભેટ્યા