Amreli News/ ગીરના જંગલમાં ફરી ભેદી રોગનો કહેર: CDV અને બેબસિયાથી 8થી વધુ સિંહોના મોત, વન વિભાગ હાઈ એલર્ટ પર

ગીરના જંગલમાં ફરી CDV અને બેબસિયા રોગચાળો ફેલાતા 8થી વધુ સિંહોના મોત (Lion Death Gujarat) થયા છે. વન વિભાગે હાઈ એલર્ટ જાહેર કરી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.

Top Stories Gujarat Others Breaking News
Lion Death Gujarat: ગીરમાં ભેદી રોગનો કહેર, સિંહોના મોત

Amreli News : ગુજરાતના ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરના સિંહોમાં ફરી એકવાર કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ (CDV) અને બેબસિયા જેવા ખતરનાક રોગચાળાની એન્ટ્રી થતા 8થી વધુ સિંહોના મોત (Lion Death Gujarat) થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ વન વિભાગ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાવી છે.

અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગના વિસ્તારોમાં આ રોગચાળો વધુ અસરકારક રીતે ફેલાતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ 3 સિંહબાળ અને 5 પુખ્ત સિંહોના મોત (Lion Death Gujarat) થયા છે. વર્ષો પહેલા પણ આ જ પ્રકારના રોગચાળાએ અનેક સિંહોનો ભોગ લીધો હતો, જેના કારણે ફરી એકવાર વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે.

વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે સતત મોનિટરિંગ, સર્ચ ઓપરેશન અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહોના એક જૂથને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. નબળા અને અસ્વસ્થ દેખાતા સિંહોને પકડી સારવાર માટે અલગ રાખવામાં આવી રહ્યા છે.

અલગ અલગ રેન્જમાં સિંહોના મોત (Lion Death Gujarat)

ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર વિસ્તારમાં એક જ દિવસે બે સિંહોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગીર પશ્ચિમની બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ અનેક સિંહોના મોત (Lion Death Gujarat) નોંધાયા છે.તે સિવાય લીલિયા, સાવરકુંડલા અને સરસિયા રેન્જમાં પણ સિંહબાળોના મોતની ઘટનાઓ સામે આવી છે. વન વિભાગ દ્વારા હાલ સિંહોના સેમ્પલ લઈને તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉ પણ ફાટી નીકળ્યો હતો રોગચાળો

વર્ષ 2018માં દલખાણીયા રેન્જમાં CDV વાયરસના કારણે 29થી વધુ સિંહોના મોત (Lion Death Gujarat) થયા હતા. ત્યારબાદ 2020-21 દરમિયાન ધારી અને ખાંભા વિસ્તારમાં બેબસિયા રોગચાળાથી 10થી વધુ સિંહોના મોત થયા હતા.ગયા વર્ષે પણ ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં 15થી વધુ સિંહોના બીમારીના કારણે મોત નોંધાયા હતા.

વન વિભાગની સ્પષ્ટતા

રાજ્ય વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં 5 સિંહોના મોત (Lion Death Gujarat) થયા છે, જેમાંથી માત્ર 2 સિંહબાળના મોત રોગચાળાના કારણે થયા હોવાનું માનવામાં આવે છે. સિંહબાળની ઈમ્યુનિટી ઓછી હોવાના કારણે તેઓ ઝડપથી વાયરસની ઝપેટમાં આવી જાય છે.અધિકારીઓના જણાવ્યા મુજબ ન્યુમોનિયા અને ફેફસામાં પાણી ભરાઈ જવાના કારણે કેટલાક સિંહબાળના મોત થયા છે. જ્યારે કેટલાક સિંહોના કુદરતી તેમજ આંતરિક ઝપાઝપીના કારણે મોત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

શું છે CDV વાયરસ?

કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ (CDV) મુખ્યત્વે શ્વાનની લાળ દ્વારા ફેલાતો ખતરનાક વાયરસ છે. આ વાયરસ શ્વાસ પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં પ્રવેશે છે અને થોડા દિવસોમાં જ તેની અસર દેખાવા લાગે છે.સમયસર સારવાર ન મળે તો વાયરસ ઝડપથી શરીરના પાચનતંત્ર, રક્તપ્રવાહ અને અંતે મગજ સુધી પહોંચે છે, જેના કારણે પ્રાણીનું મોત પણ થઈ શકે છે.

CDVના મુખ્ય લક્ષણો

સિંહોમાં સુસ્તી અને હલનચલનમાં ઘટાડો
આંખોમાં લાલાશ અને બળતરા
ભારે તાવ અને હાંફ ચડવી
ખાવાનું ઓછું થઈ જવું
ગંભીર સ્થિતિમાં નર્વસ સિસ્ટમ અને મગજ પર અસર

વન વિભાગ હાલ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહ્યું છે અને સિંહોના જૂથોને અલગ રાખીને સારવાર આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ગુજરાતની શાન ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ

આ પણ વાંચો:અમરેલીના સિંહોની ફોરેસ્ટ રિઝર્વની જમીનનો ભોગ લેશે ‘વિકાસ’ !

આ પણ વાંચો:ગીરની ધરા પર માતૃત્વની પરાકાષ્ઠા! ગીરમાં 8 સિંહો વાછરડાને ખાતા રહ્યા અને ગાય માતા વહાલ કરતી રહી