Mehsana News:મહેસાણા (Mehsana) જિલ્લાના વડનગર તાલુકાના જૂની વાગડી ગામ નજીક સાબરમતી નદી(Sabarmati River) ના તટ પર એક ગંભીર ઘટના સામે આવી છે. નદીમાં રેતી લેવા ગયેલા 7 લોકો નદીના મધ્યમાં ફસાઈ ગયા છે. નદીમાં અચાનક પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં આ લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ લોકો હજુ પણ નદીના પાણીમાં ફસાયેલા છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમોમાં ચિંતાનો માહોલ છે.

જૂની વાગડી ગામ નજીક સાબરમતી નદીમાં ટ્રેક્ટર લઈને રેતી ખનન કરવા ગયેલા આ 7 લોકો નદીના મધ્યમાં ફસાઈ ગયા. સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી અચાનક પાણીનો પ્રવાહ વધારે છોડવામાં આવતાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું, અને આ લોકો નદીના મધ્યમાં ફસાઈ ગયા. નદીનો પ્રવાહ એટલો ભારે છે કે તેમને બચાવવું અત્યંત પડકારજનક બન્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે ગતરોજ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ નદીના ભારે પ્રવાહ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે ફાયર બ્રિગેડની ટીમ પણ પાણીમાં તણાઈ હતી.

આ પછી, રાષ્ટ્રીય આપદા નિવારણ દળ (NDRF)ની ટીમને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી. NDRFની ટીમે આજે વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો:મહેસાણામાં ધરોઈ ડેમની જળસપાટી ભયજનક સપાટીની નજીક
આ પણ વાંચો:મહેસાણામાં પૂરપાટ ઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા મહિલાનું મોત
આ પણ વાંચો:મહેસાણા : બોરિસણા ગ્રામ પંચાયત દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડતી કંપનીઓને નોટિસો ફટકારાઈ
