Mahesana News: મહેસાણામાં ધરોઈ ડેમ ભયજનક જળસપાટીની નજીક પહોંચી ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 619 ફૂટને વટાવી ગઈ છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે.
હાલમાં ધરોઈ ડેમમાં પાણીની આવક 2,431 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં પાણીનો સંગ્રહ 90 ટકા જેટલો થવા આવ્યો છે. હવે જો પાણીની આવક વધશે તો બંધના દરવાજા ખોલવામાં આવશે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. આમ પણ રાજસ્થાન સહિતના ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે.
આમ આ વર્ષે પણ ધરોઈ બંધ 90 ટકા જેટલો ભરાતા મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ બંધમાં પાણીની આવક વધતા ખેડૂતોને હવે સિંચાઈના પાણીની ચિંતા રહેશે નહી તથા પૂરતુ પાણી મળી રહેશે. ડેમમાં પાણીની સારી આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
આ પહેલાં ઉપરવાસમાંથી આવતા સતત પાણીના લીધે મહેસાણામાં ધરોઈ બંધની સપાટી 620 ફૂટે પહોંચી છે. આમ ધરોઈ બંધ 622 ફૂટની ભયજનક સપાટીથી ફક્ત બે ફૂટ જ દૂર છે. જો ધરોઈ બંધ છલકાશે તો દાયકાઓ પછી પહેલી વખત આ પ્રકારની ઘટના બનશે. તેથી કેટલાક મજાકમાં પણ કહે છે કે ધરોઈ બંધ છલકાય ત્યારે જ રાજ્યમાં પૂરેપૂરો વરસાદ પડ્યો છે તેમ કહેવાય.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદામાં નવુ નીર આવ્યું છે. તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં નર્મદા બંધની સપાટી ફરીથી એક વખત 131 મીટરથી પણ વધુ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ સતત વધતી રહે તેમ માનવામાં આવે છે. તેમા પણ છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
