Not Set/ જ્યારે એકબીજા સામે મળ્યા તો DCP પિતાએ પોતાની IPS પુત્રીને મારી સલામ

પોલીસની સેવામાં છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત પિતાની સામે પોલીસ ફોર્સમાં જોડાયેલી પુત્રી સામે આવતા DCP એ  IPS પુત્રીને સલામ મારી હતી. જો કે આ સમયે પિતાની છાતી ગદગદ ફૂલી ગઈ હતી. આ અંગેની ઘટના એવી છે કે રવિવારે જ્યારે પિતા-પુત્રી એકબીજાની સામ-સામે ગણવેશમાં આવી ગયા હતા. ત્યારે DCP નો હોદ્દો ધરાવતા પિતાએ નવનિયુક્ત IPS અધિકારી […]

Top Stories India
When met each other, the DCP father saluted his IPS daughter

પોલીસની સેવામાં છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત પિતાની સામે પોલીસ ફોર્સમાં જોડાયેલી પુત્રી સામે આવતા DCP એ  IPS પુત્રીને સલામ મારી હતી. જો કે આ સમયે પિતાની છાતી ગદગદ ફૂલી ગઈ હતી.

આ અંગેની ઘટના એવી છે કે રવિવારે જ્યારે પિતા-પુત્રી એકબીજાની સામ-સામે ગણવેશમાં આવી ગયા હતા. ત્યારે DCP નો હોદ્દો ધરાવતા પિતાએ નવનિયુક્ત IPS અધિકારી પુત્રીને સલામ ઠોકી હતી.

આ સમયે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એ.આર. ઉમામહેશ્વરા શર્માને પોતાના વરિષ્ઠ આઈપીએસ અધિકારી સિંધૂ શર્માને સલામ ઠોકીને ખૂબ જ ગર્વની લાગણીનો અનુભવ થયો હતો.

સિંધૂ શર્મા તેલંગાનાના જગતિયાલ જિલ્લામાં પોલીસ વડાના રૂપમાં કાર્યરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંધૂ શર્મા ચાર વર્ષ અગાઉ પોલીસ ફોર્સ સાથે જોડાઈ છે.

આગામી વર્ષે પોલીસ સેવામાંથી રિટાયર થવા જઈ રહેલ શર્મા હાલમાં હૈદરાબાદના મલકાજગિરી વિસ્તારમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલિસના હોદ્દા પર કાર્યરત છે, જ્યારે તેમની પુત્રી સિંધૂ શર્મા વર્ષ 2014 બેન્ચની આઈપીએસ અધિકારી છે.

હકીકત એવી બની હતી કે, રવિવારે હૈદરાબાદના આઉટ સ્કર્ટ (બહારના) ના કોંગાર કલાન વિસ્તારમાં આયોજિત તેલંગાના રાષ્ટ્ર સમિતિની જન બેઠક દરમિયાન ફરજ બજાવતા સમયે પિતા-પુત્રી સામ-સામે આવી ગયા હતા.

આ સમયે ડીસીપી ઉમામહેશ્વરા શર્માએ કહ્યું હતું કે, આવી ઘટના પ્રથમ વખત બની હતી હતી કે, જયારે અમે બંને પિતા-પુત્રી પોતાની ફરજ દરમિયાન ગણવેશમાં સાથે એક જ સ્થળે સામસામે આવ્યા હતા. હું મારી જાતને સૌભાગ્યશાળી છું કે, હું તેમની (મારી પુત્રી) સાથે કામ કરી રહ્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમામહેશ્વરા શર્માએ સબ-ઈન્સ્પેક્ટરના રૂપમાં પોતાની પોલીસ કારકીર્દીની શરૂઆત કરી હતી અને તાજેતરમાં જ તેમને આઈપીએસ રેન્કનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

તેમને આગળ કહ્યું, તે મારી વરિષ્ઠ અધિકારી છે. જ્યારે હું તેમને જોવું છું તો હું તેમને સલામ કરૂ છું. અમે પોત-પોતાનું કામ કરીએ છીએ અને આ મામલાને લઈને ચર્ચા કરતાં નથી. જોકે, ઘરમાં અમે પિતા-પુત્રીની જેમ જ કામ કરીએ છીએ.

જયારે જન બેઠક દરમિયાન મહિલાઓની સુરક્ષાનું જવાબદારી સંભાળનાર સિંધૂ શર્માએ કહ્યું હતું, હું ખૂબ જ ખુશ છું. અમારી પાસે સાથે કામ કરવાનો ઘણો જ સારો અને શાનદાર અવસર છે.