નવી દિલ્હી,
૨૫ ઓગષ્ટ, ૨૦૦૭ના રોજ હૈદરાબાદ કરવામાં આવેલા ડબલ બ્લાસ્ટ કેસમાં NIAની સ્પેશિયલ કોર્ટે મંગળવારે ચુકાદો આપ્યો છે. ૧૧ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપતા કોર્ટ દ્વારા આ કેસના બે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે, જયારે અન્ય બે અઆરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે.
NIAની સ્પેશિયલ કોર્ટ દ્વારા અનિક શફીક સૈયદ અને મોહમ્મદ અકબરને દોષિત જાહેર કર્યા છે.
2007 Hyderabad Twin Blasts case: Two out of the five accused, Farooq Sharfuddin Tarkish & Mohd Sadiq Israr Shaik have been acquitted. The Court will pronounce judgement on one more accused Tareeq Anjum on Monday, September 10. Accused Riyaz Bhatkal & Iqbal Bhatkal are absconding. https://t.co/0bXr9891mo
— ANI (@ANI) September 4, 2018
આ પહેલા તેલંગાણા કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ દ્વારા તપાસ દરમિયાન ૭ લોકોને આતંક ફેલાવવા માટે આરોપી બનાવવામાં આવ્યા હતા અને ત્રણ અલગ – અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ સેલ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, “આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના ફાઉન્ડર રિયાજ ભટકલ અને ઇકબાલ ભટકલ આ ધમાકાના માસ્ટરમાઈન્ડ હતા. સાથે સાથે આં આતંકવાદીઓની સાથે અનિક શફીક, મોહમ્મદ અકબર, ફારુખ શર્ફૂદ્દીન, મોહમ્મદ સાદિક શેખ અને આમિર રસૂલ ખાન શામેલ હતા.

જો કે આ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ રિયાજ ભટકલ, ઇકબાલ ભટકલ, ફારુખ શર્ફૂદ્દીન અને આમિર રસૂલ હજી પણ ફરાર છે. આ મામલે આરોપીઓની પહેલી ધરપકડ જાન્યુઆરી, ૨૦૦૯માં કરવામાં આવી હતી, ત્યારબાદ અનિક શફીક, મોહમ્મદ અકબર અને મોહમ્મદ સાદિક શેખની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
મહત્વનું છે કે, આજથી ૧૧ વર્ષ પહેલા હૈદરાબાદમાં થયેલા ડબલ બ્લાસ્ટમાં ૪૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જયારે ૫૦ થી વધુ ઘાયલ થયા હતા. આ બે ધમાકાઓમાંથી પ્રથમ ધમાકો કોટી વિસ્તારમાં થયો હતો, જયારે બીજો બ્લાસ્ટ ટુરિસ્ટ સ્પોટ લુમ્બિની પાર્કમાં થયો હતો.
