Gandhinagar News/ ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કર્યુ, 83.08 ટકા પરિણામ

ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર નાખીને મેળવી શકશે

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડે (GSEB) ધોરણ 10નું પરિણામ જાહેર કર્યુ છે. તેમજ સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પર જાહેર કરી દીધું છે. ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર નાખીને મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર સેન્ટ કરીને પરિણામ જાણી શકાશે.

ગયા વર્ષ કરતાં આ વર્ષે ઊંચુ પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓનું 79.56 ટકા અને વિદ્યાર્થીનીઓનું 87.24 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા 89.29 ટકા સાથે મોખરે રહ્યું છે. જ્યારે 72.55 ટકા સાથે ખેડાનું સૌથી નીચું પરિણામ આવ્યું છે. રાજ્યમાં 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ મહેસાણાના કાંસા કેન્દ્રનું 99.11 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ ભાવનગરના ભોળાદ કેન્દ્રનું 99.11 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 1574 શાળાઓ, રાજ્યની 201 શાળાઓમાં 30 ટકા કરતા ઓછું પરિણામ રહ્યું છે. રાજ્યની 45 શાળાઓમાં શૂન્ય પરિણામ જોવા મળ્યું છે. રાજ્યમાં A1 ગ્રેડ મેળવનાર 28055 વિદ્યાર્થીઓ, રાજ્યમાં A2 ગ્રેડ મેળવનાર 86459 વિદ્યાર્થીઓ, રાજ્યમાં B1 ગ્રેડ મેળવનાર 124274 વિદ્યાર્થીઓ, રાજ્યમાં B2 ગ્રેડ મેળવનાર 152084 વિદ્યાર્થીઓ, રાજ્યમાં C1 ગ્રેડ મેળવનાર 145444 વિદ્યાર્થીઓ, રાજ્યમાં C2 ગ્રેડ મેળવનાર 78137 વિદ્યાર્થીઓ, રાજ્યમાં D ગ્રેડ મેળવનાર કુલ 6066 વિદ્યાર્થીઓ, રાજ્યમાં E ગ્રેડ મેળવનાર કુલ 13 વિદ્યાર્થીઓ છે.

આ વર્ષે ધો.10ની પરીક્ષામાં કુલ 12 ગેરરીતિના કેસ નોંધાયા છે. ગુજરાતી વિષયનું પરિણામ 91.29 ટકા,  હિન્દી વિષયનું પરિણામ 93.38 ટકા, અંગ્રેજી વિષયનું પરિણામ 97.26 ટકા, સાયન્સ વિષયનું પરિણામ 93.78 ટકા, ગણિત વિષયનું પરિણામ 87.84 ટકા, સંસ્કૃત વિષયનું પરિણામ 97.06 ટકા આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આવતી કાલે ધો.10નું પરિણામ થશે જાહેર, વ્હોટ્સએપ અને બોર્ડની વેબસાઈટ પરથી જાણી શકાશે

આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો

આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક