મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કર્ણાટક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની ધરપકડ કરવામાં આવી છે. જે પછી કર્ણાટકનાં મોટા નેતાઓએ દરેક જગ્યાએ પ્રદર્શન શરૂ કર્યું છે. દરમિયાન, દિલ્હીની આરએમએલ હોસ્પિટલની બહાર, ડી.કે.શિવકુમારનાં એક સમર્થકે રડવાનું શરૂ કર્યું અને તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. આ સાથે જ અનેક જગ્યાએ બસોની તોડફોડ પણ કરવામાં આવી હતી.
#WATCH Delhi: A supporter of Congress leader DK Shivakumar cries and tears off his clothes outside RML Hospital where the leader has been taken for medical tests. DK Shivakumar has been arrested by Enforcement Directorate under Prevention of Money Laundering Act (PMLA). pic.twitter.com/BHvgr8hNSF
— ANI (@ANI) September 3, 2019
આપને જણાવી દઈએ કે, ઈડીએ દિલ્હીમાં કોંગ્રેસનાં નેતા ડી.કે.કુમારની ધરપકડ કરી હતી. જ્યારે ડી.કે.શિવકુમારની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ડી.કે.શિવકુમારનાં તમામ સમર્થકો ઇડી ઓફિસ પર એકઠા થયા હતા અને ધરપકડનો વિરોધ શરૂ કર્યો હતો. જેને કારણે ઇડીનાં અધિકારીઓને શિવકુમારને હોસ્પિટલમાં લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી.
આ દરમિયાન, ઘણા સમર્થકોએ પોલીસની કારને પણ નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણાની આંખોમાં આંસુ હતા. તેઓ ડી.કે. શિવકુમારની ધરપકડનો વિરોધ કરી રડી રહ્યા હતા. તે જ સમયે, શિવકુમારનાં વિરોધમાં બેંગલુરુ અને બેલાગામમાં બસોની તોડફોડ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ બસોની કાચને પણ તોડી નાખ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર કોંગ્રેસ આજે તેનો વિરોધ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
