લંડનમાં હજારો પાકિસ્તાની મૂળનાં પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યા. આ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દે ભારતીય હાઈકમિશન પર નિશાન સાધ્યું હતું. કાશ્મીરની આઝાદીનાં નારા લગાવ્યા હતા. સાથે તેઓએ ત્યા ઇંડા અને પત્થરો પણ ફેંક્યા. હાઈ કમિશનની બારીનો કાચ પણ તોડવામાં આવ્યો. આ દરમિયાન પાકિસ્તાનનાં પ્રદર્શનકારીઓનાં હાથમાં પીઓકેનાં ધ્વજ હતા અને ‘અમને આઝાદી જોઈએ છે’ નાં નારા પણ તેમણે લગાવ્યા હતા.
Another violent protest outside the Indian High Commission in London today, 3 September 2019. Damage caused to the premises. @foreignoffice @UKinIndia @MEAIndia @DominicRaab @DrSJaishankar @PMOIndia @tariqahmadbt pic.twitter.com/2sv0Qt1xy8
— India in the UK (@HCI_London) September 3, 2019
પ્રદર્શનકારીઓએ ઘણા ઇંડા, ટામેટાં, જુત્તા, પથ્થરો, સ્મોક બોમ્બ અને બોટલ ભારતીય હાઈ કમિશનની બિલ્ડિંગ પર ફેંક્યા હતા. ઘણી બારીઓને તોડી નાખી. જો કે રાહતની એ વાત છે કે કોઈને ઈજા પહોંચી ન હોતી. ભારતીય હાઈ કમિશને કેમ્પસમાં થયેલા નુકસાનનાં ફોટા ટ્વીટ કર્યા હતા. પાકિસ્તાની મૂળનાં લંડનનાં મેયર સાદિક ખાને ટ્વિટ કર્યું છે કે, હું તેની નિંદા કરું છું. આવી વર્તણૂક સ્વીકાર્ય નથી. આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH United Kingdom: Pakistani supporters protested outside the Indian High Commission in London yesterday. They also caused damage to the premises. (Video Source: Indian High Commission in London) pic.twitter.com/dFtm7C64XO
— ANI (@ANI) September 4, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
