અમદાવાદ,
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં બનેલી એક ઘટના મુજબ, માત્ર 13 જ દિવસના માસુમ બાળકનું અપહરણ થયું છે. જેમાં સવિતા નામની એક મહિલા, એક દંપતિને બનાસકાંઠાથી લાવી હતી અને તેમના 13 જ દિવસના પુત્રનું અપહરણ કરી ભાગી ગઇ હતી. મળતી માહિતી મુજબ, આ મહિલા ડીવીલરીના પૈસા અપાવવા માટે દંપતિને સિવિલમાં લાવી હતી. તેણે દંપતિને તબીબ અધિક્ષકની કચેરી સામે લાવીને ફોસલાવ્યું હતું. અને પોતે પુત્રનું અપહરણ કરીને ફરાર થઇ ગઇ હતી. જેનો શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સવિતા નામની એક વૃદ્ધા પાલનપુરમાં એક મહિના પહેલા ગર્ભવતી મહિલાના સંપર્કમાં આવી હતી. તેણે દંપત્તિનો વિશ્વાસ મેળવ્યો હતો. ત્યારે ૧૩ દિવસ પહેલા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાએ બનાસકાંઠાના પીપળાવાળી વાવ ખાતે રહેતા અને કડીયા કામની મજુરી કરતા મુકેશને મળવા તેના ઘરે આવી હતી. આ અજાણી મહિલાએ મુકેશને લાલાચ આપી કે બાળકનો જન્મ થાય તો સરકાર 12 હજાર રુપીયાની ડીલીવરી માટે સહાય કરે છે. અભણ અને નિર્દોષ મુકેશ અને તેની પત્નિને લઈ અજાણી મહિલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવી.
જેના સંતાનનું અપહરણ થયું છે તેના પિતા મુકેશભાઇ કહે છે કે આ મહિલા મારા પિતાને પાલનપુર બસસ્ટેન્ડ પર મળી હતી અને તેમને સરકારી યોજનાની જાણ કરી હતી.એ પછી મારા ઘરે આવી હતી અને કહ્યું કે ડીલીવરી પછી સરકાર મહિલાને 12 હજાર રૂપિયાની સહાય કરે છે. એ પછી ડીલીવરી પછી મને લેવા ઘરે આવી અને અમને અમદાવાદ હોસ્પિટલ લઇ આવી.સીવીલ હોસ્પિટલમાં છોકરાનું વજન કરવાનુ છે. એમ કહીને તેણે અમને ઉભા રાખી દીધા હતા અને પોતે હોસ્પિટલમાંથી છોકરાને લઇને ભાગી ગઇ હતી.
શુક્રવારે બાળકને જન્મ આપનાર મહિલાને સરકાર તરફથી ૧૨ હજાર રુપિયાનુ વળતર આપવામાં આવે છે. તેમ કહી વૃદ્ધા મહિલા અને તેના પતિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકના પિતાને કેશ કાઉન્ટર ફી ભરવા મોકલીને પોતે બાળકનુ વજન કરાવવુ છે, તેમ કહી મહિલા પાસેથી બાળક લઈ ગઈ હતી. જો કે લાંબા સમય સુધી તે વૃદ્ધા બાળકને લઈ પરત ન આવતા બાળકની માતાએ રોકકળ કરી મુકી હતી. તેમજ દંપત્તિએ તપાસ કરવા છતાં મહિલા કે બાળકનો કોઈ પતો ન લાગતા વૃદ્ધા બાળકને લઈ નાસી ગઈ હોવાનુ સામે આવ્યુ હતું. બાળકને લઈ ફરાર થતી વૃદ્ધાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વૃદ્ધા અને બાળકને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
