શુક્રવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હિન્દુ મહાસભાનાં નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, પોલીસે યુપીનાં બિજનોરથી મૌલાના અનવારુલ હકની ધરપકડ કરી છે. જો કે, બરેલી ઝોનનાં એડીજી અવિનાશ ચંદ્રએ સ્પષ્ટતા કરી હતી કે, મૌલાના અનવારુલ હકની ધરપકડ કરવામાં આવી નથી, તપાસ હજી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, મૌલાનાએ કમલેશ તિવારીનું શિરચ્છેદ કરવા બદલ 51 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
તિવારીની પત્નીની ફરિયાદનાં આધારે લખનઉ પોલીસે બિજનોરનાં બંને મૌલાનાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. કમલેશની પત્નિ કિરણનાં કહેવા પર આ મામલે મુફ્તી નઈમ અને અનવારુલ હક અને એક અજાણ્યા શખ્સની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કિરણનો આરોપ છે કે કાજમી અને હકે 2016 માં કમલેશનું શિરચ્છેદ કરવા બદલ રૂ. 51 લાખ અને 1.5 કરોડનાં ઇનામની જાહેરાત કરી હતી. આ લોકોએ ષડયંત્ર રચીને તેના પતિની હત્યા કરી હોવાનો દાવો તેણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર કમલેશને ફોન કરી તેમને મળવા પહોંચ્યા હતા. તેઓ મીઠાઇનો ડબ્બો સાથે લઇને આવ્યા હતા. તેણે કમલેશ તિવારી સાથે ચા પીધી હતી અને મીઠાઇનાં ડબ્બામાં છુપાઇને લાવેલા હથિયારથી તેમના ઉપર ફાયરિંગ કર્યુ હતુ. બાદમાં તેણે કમલેશ તિવારીનાં ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસને ઘટના સ્થળેથી એક રિવોલ્વર પણ મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
