હાલ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા ચાલુ છે. ત્યારે આ ખરાબ વિઝિબિલિટીના કારણે બુધવારે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તેમજ આ સતત બીજો દિવસ છે જ્યારે ખરાબ હવામાન અને હિમવર્ષાના કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી હોય. ખરાબ હવામાનને કારણે, વહીવટીતંત્રને શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:સુરક્ષામાં ચૂક / તમારા CM ને થેંક્સ કહેજો કે, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યોઃPM મોદી
શ્રીનગર એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારની આઠ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે જ્યારે બે નબળી વિઝિબિલિટીને કારણે મોડી ચાલી રહી છે. મંગળવારથી શ્રીનગર એરપોર્ટ પર કોઈ ફ્લાઇટ ઉતરી શકી ન હતી.ફ્લાઇટ કેન્સલ થવાને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે મંગળવારે 42 ડોમેસ્ટિક અને 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધી રહી છે. શ્રીનગર એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડને કારણે કોરોનાની ચિંતા પણ વધી રહી છે.
આ પણ વાંચો:Korona guideline /સરકારે કોરોનાની હોમ આઇસોલેશન અને સારવાર અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી……
“એરપોર્ટ લોકોથી ભરેલું છે અને એરપોર્ટ તરફ જતો રસ્તો પણ જામ છે. ફ્લાઇટ ઓપરેશન ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી આપવામાં આવી રહી નથી, લોકોને પરિસ્થિતિ તપાસવા એરપોર્ટ પર આવવાની ફરજ પડી છે.રાફિક વિભાગના અધિકારીઓએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ શ્રીનગર-જમ્મુ હાઈવે પર હિમવર્ષા અને ધોધમાર વરસાદને કારણે મુસાફરી કરવાનું ટાળે. આપનેજણાવી દઈએ કે છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ છે. આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે હિમવર્ષા થવાની સંભાવના છે.
