Morbi News: મોરબીમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવી રહેલા વીજપોલના મુદ્દે ખેડૂતોનો વિરોધ (Morbi Farmers Protest) વધુ ઉગ્ર બન્યો છે. બગથળા ગામે યોજાયેલી ખેડૂત સભામાં મંત્રી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાના (Kanti Amrutiya) ભાઈ રાકેશ અમૃતિયા ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા હતા. સભામાં તેમણે ખાનગી કંપનીઓની કામગીરી સામે આક્રમક વલણ અપનાવી સરકાર અને તંત્રને પણ (Rakesh Amrutiya Statement) ચેતવણી આપી હતી.
‘ખેતરમાં ઘૂસવા અને થાંભલા નાખવા નહીં દઈએ’
રાકેશ અમૃતિયાએ ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ કરતાં કહ્યું કે, “હવે ખેતરમાં ગરવાય નથી દેવા અને થાંભલા નાખવાય નથી દેવા.” તેમણે કંપનીઓને ખેડૂતોની (Electricity Pole Controversy)જમીનમાંથી થાંભલા દૂર કરવા અથવા યોગ્ય વળતર ચૂકવવાની વાત કરી હતી.
Morbi Farmers Protest: ‘ગાંધીનગર વાળા જોઈ લેજો…’
ખેડૂત સભામાં રાકેશ અમૃતિયાએ ગાંધીનગર તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ગાંધીનગર વાળા જોઈ લેજો, સાતમ પછી કાળુભાઈ કાળીનો એક્કો કાઢે છે કે નહિ…” તેમના આ નિવેદનથી ખેડૂતોના પ્રશ્ને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે તેવા સંકેતો મળ્યા છે.
‘80-90 લાખ આપવાની વાતો બંધ કરો’
વળતરને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે પણ તેમણે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. રાકેશ અમૃતિયાએ કહ્યું કે, “80-90 લાખ દેવા એવી ખોટી વાતો બંધ કરો અને અમારી માંગણી સંતોષો.” ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર મળે તેવી તેમની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ખેડૂત સભામાં મહિલાઓની મોટી હાજરી
બગથળા ગામે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. મહિલાઓની હાજરીનો ઉલ્લેખ કરતાં રાકેશ અમૃતિયાએ કહ્યું હતું કે, “કાનાભાઈ વાળુ થવાને બદલે આ તો બાયું વાળુ થયું.” તેમણે મહિલાઓની ભાગીદારીને લઈને પણ ટિપ્પણી કરી હતી.
વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર
મોરબીમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ નાખવાના મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે રાકેશ અમૃતિયા પણ ખેડૂતોના સમર્થનમાં (Gujarat Farmers) ખુલ્લેઆમ સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આગામી દિવસોમાં સરકાર અને તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ, 112 ટીમે બાળકોને બચાવ્યા; મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણય: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
આ પણ વાંચો: જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ
