Not Set/ સુરેન્દ્રનગર/ બે જૂથો વચ્ચે અથડામણ, એક યુવકની હત્યા, એક મહિલા ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લામાં બે જુથ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. ચોટીલા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે જણાવ્યું કે, જૂના ઝઘડાને કારણે ચોટીલા વિસ્તારમાં બે જૂથોના લોકો […]

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લામાં બે જુથ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. તેની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. ચોટીલા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસે જણાવ્યું કે, જૂના ઝઘડાને કારણે ચોટીલા વિસ્તારમાં બે જૂથોના લોકો આમને-સામને આવી ગયા હતા. હિંસક હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે. મૃતકના કાકાએ જણાવ્યું હતું કે ફૈઝલ તેનો ભત્રીજો હતો.

તેની હત્યા કરવામાં આવી છે. જ્યારે જુબેલા બેનની હાલત નાજુક છે. તેમણે જણાવ્યું હતું કે ઝઘડો કોઈ કારણસર થયો હતો. આ સમયે આ અંગે કોઈ માહિતી નથી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.